શંખેશ્વર ખાતે “એક કદમ સેવાકી ઓર” કાર્યક્રમ અંતર્ગત 258 દીકરીઓનું સન્માન કરાયું..

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વરના પ્રાંગણે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ દ્વારા એક કદમ સેવાકી ઓર કાર્યક્રમ અંતર્ગત 258 દીકરા-દીકરીઓને મધુબેન પ્રવીણભાઈ છેડા, કવિતાબેન કુલીનભાઈ દેઢિયા, રીનાબેન જીગરભાઈ શાહ, કલ્પનાબેન ભરતભાઈ શાહ દ્વારા દત્તક લેવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં મહેમાનોનું સ્વાગત,દીપ પ્રાગટય,બેટી બચાવો બેટી પઢાવો નાટક,બાલિકાઓ દ્વારા નૃત્ય ગીત દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રવિણભાઇ છેડા તથા કવિતાબેન દેઢિયા દ્વારા કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠને ટ્રોફી અર્પણ કરવામાં આવતા જીજ્ઞાબેન શેઠ દ્વારા દાતા પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરેલ.
આ પ્રસંગે પ્રવીણભાઈ છેડા (ચેરમેન SPM ગ્રુપ-મુંબઇ),
કવિતાબેન કુલીનભાઈ દેઢિયા (ચેરમેન કવિતા રીબન એન્ડ ટેક્સટાઇલ્સ મુંબઇ), ભાનુમતીબેન વિ મકવાણા (પ્રમુખ જિલ્લા પંચાયત પાટણ),જીગરભાઈ શાહ (જે.જે પેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ) કલ્પનાબેન ભરતભાઈ શાહ (મુંબઇ), જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ડાયરેક્ટર,જીજ્ઞાબેન શેઠ, મનીષભાઈ શાહ, ભરતભાઇ શેઠ,નવીનભાઈ ભોજક, વિજયભાઈ મકવાણા, બકુલભાઈ કપાસી, નવીનભાઈ ગાલા, રવિભાઈ શાહ,વિરેનભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવીણભાઈ છેડા,કવિતાબેન દેઢિયા, જીગરભાઈ શાહ, કલ્પનાબેન ભરતભાઈ શાહ એક સાચા અર્થમાં દીકરા- દીકરીઓને દત્તક લઈ એક જબરદસ્ત શિક્ષણ પ્રેમી બનીને શિક્ષણ નું કાર્ય કરેલ હોય જેને મહાનુભાવો એ સરાહનીય લેખાવી હતી.