#PATAN : સાંતલપુર તાલુકાના ખીમાસર પ્રાથમિક શાળાના ૧૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી…

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.

સાંતલપુર તાલુકાના રણ ની કાધી એ આવેલ ખીમાસર પ્રાથમિક શાળાનો બુધવારના રોજ ૧૪મો શાળા સ્થાપના દિવસની ઉજવણી એસ.એમ.સી.ના અધ્યક્ષ નીરુભાઈ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે વિજય સિંહ જાડેજા આચાર્ય રાજુસરા પ્રા.શાળા હાજર રહ્યા હતા
૧૩ વર્ષ પહેલાં જેતે સમય ના સી.આર.સી કો.ઓ. દિનેશભાઈ પંચાલ ના અથાગ પ્રયત્નોથી અને અગરિયા હિતરક્ષક મંચના સહયોગ થી જિલ્લા પંચાયત પાટણ દ્વારા ૧/૬/૨૦૦૯ ના સ્વતંત્ર શાળા તરીકે ની મંજુરી મળેલ.જેને આજે ૧૪ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે સ્થાપના દિન ઉજવણી સરકાર ની સૂચના મુજબ કરવામાં આવી.


શાળા આચાર્ય તેમજ ઉત્સાહી શિક્ષક મદારસિંહ ગોહિલ ના આયોજન અને માર્ગદર્શન તળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ શાળા ની સ્થાપના થી અત્યાર સુધી માં શાળા વિકાસમાં સહયોગ આપનાર મારુભાઈ ડવરાને યાદ કરી ને શાળાની પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી.વિજયસિંહ જાડેજા એ બાળકોને વધુ આગળ અભ્યાસ કરી ગામ અને શાળા નું નામ રોશન કરવાની શુભેચ્છા આપી હતી.
મદારસિંહ ગોહિલ દ્વારા બાળકોને સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી.શાળાના આચાર્ય પુજાભાઈ દ્વારા આભાર વિધિ કરવામા આવેલ.