#PATAN : જિલ્લા માહિતી કચેરીના સેવક કે.એલ. દેસાઇને ભાવસભર નિવૃત્તિ વિદાયમાન અપાયું..

37 વર્ષની સેવા બાદ વયનિવૃત્ત થનાર દેસાઇને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ..

પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવક તરીકે ફરજ બજાવતાં કે.એલ. દેસાઇ વયનિવૃત્તિ થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
વિવિધ સરકારી વિભાગોમાં 37 વર્ષ સેવા બાદ વયનિવૃત્ત થનાર દેસાઇને માહિતી પરિવાર દ્વારા શ્રીફળ અર્પણ કરી સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વર્ષ 1985માં ગુજરાત જળસંપત્તિ નિગમમાં ઓપરેટર તરીકે સેવામાં જોડાયેલા કે.એલ. દેસાઇએ વર્ષ 2011માં પાલનપુર ખાતે સીટી સર્વેની કચેરીમાં અને ત્યારબાદ વર્ષ 2017માં પાટણ ખાતે જિલ્લા માહિતી કચેરીમાં સેવાઓ આપી હતી.


આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે જણાવ્યું કે, કચેરી કામને સમયસર અને જવાબદારીપૂર્વક નિભાવનાર દેસાઇ જેવા કર્મઠ કર્મચારીની ખોટ વર્તાશે. 37 વર્ષના સેવાકાળ બાદ નિવૃત્ત થઈ રહેલા દેસાઈનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે તેવી શુભકામના પાઠવી હતી.
સતત કાર્યરત, સાલસ અને મળતાવળા સ્વભાવના દેસાઇએ જણાવ્યું કે, વિવિધ સરકારી વિભાગોમાં આટલા વર્ષોની સેવા સહકર્મીઓના સહયોગને આભારી છે. સહકર્મીઓએ દેસાઇ સાથેના પોતાના અનુભવો વર્ણવી નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી.