#PATAN_CITY : નગરપાલિકા દ્વારા કાયૅરત ભૂગર્ભ ગટર ની સુવિધા શહેરના મોટાભાગના વિસ્તારોમાં નિષ્ફળ નીવડી હોવાનો ગણગણાટ..

ઠેર ઠેર ચોક અપ બનતી ભૂગર્ભ ગટરની લાઇનો ના કારણે દૂષિત પાણી માર્ગ પર રેલાઇ રહ્યા છે..

શહેરના રતનપોળ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતું હોવાની બાબતે રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય..

ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની નઘરોળ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે છતાં નગરપાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની મુશ્કેલીનું નિરાકરણ લાવવા કોઈ નક્કર કામગીરી હાથ ન ધરાતા પાલિકા પ્રત્યે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ શહેરમાં ભૂગર્ભગટર યોજના કાર્યરત બન્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેનું સમયસર મેન્ટેનન્સ ન થતા ઠેર ઠેર ભૂગર્ભ ગટર ચોક અપ બનવાની સમસ્યાઓના કારણે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી માર્ગો પર રેલાતા તેમજ પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા હોવાના કારણે શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ થવા પામી છે તો આ ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બાબતે શહેરીજનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નફટટ અને નધરોળ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભૂગર્ભ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લેવાતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના રતનપોળ વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરનું ભળેલું પાણી આવતું હોવાના કારણે આ વિસ્તારના લોકોમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાના કેસો જોવા મળી રહ્યા છે તો આ વિસ્તારના રહીશો દ્વારા આ દુષિત પાણી મામલે પાલિકા સત્તાધીશોની રૂબરૂ જઇને ધ્યાન દોરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં લવાતા આ વિસ્તારના રહીશો દ્વારા પાલિકા ખાતે હલ્લાબોલ કાર્યક્રમ યોજવા માટે આયોજન કરી રહ્યા છે ત્યારે ઉપરોક્ત વિસ્તારની સમસ્યાનું નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી માંગ રહીશોની પ્રબળ બનવા પામી છે.