#PATAN_CITY : ચાર રસ્તા નજીક નવીન નીર્માણાઘીન ફલાયઓવર બ્રીજના કામમાં નડતરરુપ બની નગરપાલિકા.

પાટણ શહેર નાં હાઈવે ચાર રસ્તા માગૅ પર છેલ્લા કેટલાય સમયથી ફલાયઓવર બ્રીજના વચ્ચેના ભાગમાં નગરપાલિકાની પસાર થતી ગટરલાઇન હટાવવામાં નહીં આવતા ફલાયઓવર બ્રીજના કામમાં અનેક અડચણ ઉભી થઇ રહી છે.
વારંવાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત જાણ કરવા છતાંય વિકાસના કામમાં નડતરરુપ ભૂગર્ભગટર બની રહી છે તો ચોમાસામાં ભૂગર્ભગટરનુ ગંદુપાણી ભરાતા ફલાયઓવર બ્રીજનુ કામકાજ વઘુ મુશ્કેલીમાં મુકાશે તેવું ફલાયઓવરનુ નિમૉણ કરી રહેલ એજન્સી દ્વારા જણાવાયું હતું.
નગરપાલિકાની ભૂગર્ભ શાખાને વારંવાર જાણ કરવા છતાંય તંત્ર આ મામલે કોઇ નીકાલ ન લાવતા કદાચ ફલાયઓવર બ્રીજનુ કામ પણ પાલિકા નાં કારણે ઠપ થઇ શકે તો નવાઈ નહીં..