#PATAN_CITY : ભાજપ દ્વારા મહિલા મોરચા નો એક દિવસીય ધાર્મિક પ્રવાસ યોજાયો…

પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા નો એક દિવસીય ધાર્મિક પ્રવાસ ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ના સહયોગથી યોજાયો હતો. આ એક દિવસીય ધાર્મિક પ્રવાસમાં ભાજપ મહિલા મોરચાની ૭૦ થી વધુ મહિલાઓ તેમજ બાળકોએ ભાગ લીધો હતો.


ભાજપ મહિલા મોરચાની બહેનોએ પ્રથમ ઊંઝામાં બિરાજમાન શ્રી ઉમિયા માતાજી ના દર્શન કર્યા હતા. અને માતાજીના વહીવટદાર ઓએ સૌ પધારેલ મહિલાઓનું ખેસ પહેરાવી ને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા ઓએ એશિયાની સૌથી મોટી એપીએમસી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ શુભેચ્છા મુલાકાત દરમિયાન એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે એપીએમસી ના કાર્ય થી મહિલાઓને માહિતગાર કરી ને વિસ્તૃત માહિતી પૂરી પાડી બપોરનું સ્વાદિષ્ટ ભોજન નું રસપાન કરાવી દરેક મહિલાને મસાલા ની કીટની ભેટ અપૅણ કરી હતી.


બપોર બાદ મહિલા ટીમ ઐઠોર મુકામે બિરાજમાન ગણપતી દાદા ના દર્શન કરી વિસનગર ખાતે ગરમી ના સમય માં તિરૂપતિ નેચરલ પાર્ક અને વોટર પાર્કની મજા સૌ મહિલા ટીમે માણી આનંદ અનુભવ્યો હતો.


આ ધાર્મિક એક દિવસીય પ્રવાસ માં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા,પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી હેતલબેન પ્રજાપતિ, મહિલા મોરચા શહેર પ્રમુખ હસુમતીબેન પટેલ, મહામંત્રી માનસીબેન ત્રિવેદી પ્રવાસ ઈનચાર્જ વિજયાબેન બારોટ તેમજ સૌ પ્રદેશ જિલ્લા તેમજ શહેરના પદાધિકારી પ્રવાસમાં જોડાયા હતા.