#PATAN : રાધનપુર નજીક નજુપુરા ગામ પાસે થયેલ એક્સિડન્ટમાં માસુમ બાળકી મોત ને ભેટી..

દુધ આપવા આવેલ ગાડી ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારતા ઘરની બહાર રમતી માસુમ કચડાતા અરેરાટી વ્યાપી..

પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા નજુપુરા ગામે ઘરની બહાર રમી રહેલી માસૂમ દીકરી ઉપર દુધ આપવા આવેલ ગાડી ચાલકે ગફલતભરી રીતે પોતાની ગાડી હંકારતા ધરની બહાર રમતી માસુમ કચડાતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે માસુમને મૃત જાહેર કરતાં પરિવારજનો માં ધેરા દુઃખની કાલીમા છવાઈ જવા પામી હતી.
અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગાને ગુરૂવારની સવારે દુધ દેવા આવેલ વાન ગાડી ચાલકે પોતાની વાત ગફલત ભરી રીતે હંકારી ઘરની બહાર રમી રહેલી પુનમ નામની દિકરીને ગાડી નીચે કચડતા તેણી ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રાધનપુર ના રેફરલ હોસ્પિટલ ના ડોક્ટર એ તેણીને મુત્યુ જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. મૃતક માસૂમની લાશ નુ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ કરી લાશને વાલી વારસાને સોંપવામાં આવી હતી.
અકસ્માતના બનાવની જાણ રાધનપુર પોલીસ ને કરતા રાધનપુર પોલીસે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.