#PATAN : સમી 108 નાં ઈએમટી અને પાયલોટ દ્વારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108 માં જ નોમૅલ ડીલેવરી કરાવી..

બાળક અને માતાની તબિયત તંદુરસ્ત હોવાનું તબીબે જણાવતા પરિવારે 108 ની સેવાને બિરદાવી..

પાટણ જિલ્લામાં 108 ની ઈમરજન્સી આરોગ્ય ની સેવાઓ સરાહનીય બની રહી છે ત્યારે શંખેશ્વર તાલુકા રૂની ગામ ના અલકા બેન ઠાકોર ને પ્રસુતિ પીડા થતાં પહેલાં સરકારી હોસ્પિટલ શંખેશ્વર મા સારવાર આપ્યા બાદ ડિલિવરી ના થતાં વધુ સારવાર અર્થ રાધનપુર મોકલવા સમી 108 એમ્બ્યુલન્સ ને કોલ મલતા ઈ એમ ટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમારે તાત્કાલિક પહોંચી જઈ પ્રસૃતા મહિલા ને 108 માં રિફર કરવા લઈ જઈ રહ્યા હતા ત્યારે રાધનપુર સમી વચ્ચે એમ્બ્યુલન્સ મા મહિલા ને પ્રસવ નો દુખાવો વધતા 108 નાં પાયલોટ અને ઈએમટી દ્વારા મહિલાને એમ્બ્યુલન્સ નોર્મલ ડિલિવરી કરાવી વધુ સારવાર માટે રાધનપુર પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જયા બાળક અને માતા બંને ની તબિયત તંદુરસ્ત હોવાનું ફરજ પરના તબીબે જણાવતા મહિલાનાં પરિવાર દ્વારા સમી 108 ના ઈએમટી અને પાયલોટ નો આભાર વ્યક્ત કરી 108 ની ઈમરજન્સી આરોગ્ય સેવાને સરાહનીય લેખાવી હતી.