#PATAN : રાધનપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવતાં મેમદાવાદ ગામે પતરા ઉડવાની સાથે વિદ્યુત પોલ ધરાશાયી બન્યો..

ધુળની ડમરી ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી માં મુકાયા..

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ગતરોજ વાતાવરણમાં અચાનક પલટો આવતા સુસવાટા ભેર પવન ફુંકાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલી માં મુકાયા હતા જ્યારે ભારે પવનનાં કારણે સેડ નાં પતરા ઉડવાની સાથે વિદ્યુત પોલ પણ ધરાશાયી થતાં અફડા તફડી મચી જવા પામી હતી જોકે બનાવના પગલે જીઇબી તંત્ર દ્વારા વિજ સપ્લાય બંધ કરી કમૅચારીઓ મારફતે ધરાશાયી બનેલા વિદ્યુત પોલ ને દુર કરી નવો પોલ ઉભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાધનપુર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં અને સુસવાટા ભેર પવન ફુંકાતા લોકોમાં વરૂણ દેવનું રોદ્ર સ્વરૂપ જોઈ ગભરાટ ફેલાયો હતો જોકે અચાનક પલટાયેલા વાતાવરણ નાં કારણે કોઈ જાન માલનું નુકસાન થયું ન હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો.