ખેલ મહાકુંભ 2021માં બોમ્બે મેટલ શાળા ના વિધાર્થીએ રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો..

પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિધાર્થી ભીલ નૈતિક વિજયભાઇ એ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ માં નડિયાદ મુકામે યોજાયેલ કુસ્તી સ્પધૉમાં અંડર -14 માં ભાઈઓમાં 41 કિલો ગ્રામ વજન ગ્રૂપમાં ભાગ લઈને
દ્રીતીય નંબર મેળવી સોલ્વર મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારતા શાળા પરિવાર દ્વારા વિધાર્થી ને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે સહયોગી શાળા શેઠ શ્રી વી કે ભૂલા હાઇસ્કૂલના રમત ગમત ના શિક્ષક અને વિધાર્થીના કોચ જીતુભાઈ મોદી ને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.