#PATAN_CITY : આંગણવાડીના બાળકોને ગરમા ગરમ ઢોસા અને આઈસક્રીમ ની મિજબાની પીરસી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી..

પાટણ શહેરના પ્રબુદ્ધ નગરજનો સાથે રાજકીય આગેવાનો પોતાનાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવતાં હોય છે.
તા1 જુન નાં રોજ પાટણ શહેરના વોર્ડ નં 8 મહિલા નગર સેવક નાં પતિ અને જાણીતા ગાયનેક ડો.જયેશ મોદી સહિત વોડૅ નાં રહિશ ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા યુવા કાર્યકર કલ્પેશ પ્રજાપતિએ પોતાના જન્મ દિવસની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં વોડૅ વિસ્તારની આંગણવાડીના બાળકોને ગરમા ગરમ ઢોસા, આઈસ્ક્રીમ ની મિજબાની પીરસી પોતાના જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવી હતી.


વોડૅ નં 8 ખાતેની આંગણવાડી ના બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ,મહિલા નગર સેવિકા અલકાબેન મોદી,સહિત ભાજપના આગેવાનો કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા અને અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરનાર ડો.જયેશ મોદી અને કલ્પેશ પ્રજાપતિ ને જન્મ દિનની શુભકામનાઓ પાઠવી હતી.