#RADHANPUR : પાલિકામાં કાયમી સીઓ તથા ટેકનીકલ સ્ટાફની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખતા રધુભાઈ દેસાઈ..

રાધનપુર પાલિકા કાયમી સીઓ તેમજ ટેકનિકલ સ્ટાફ નહી હોવાના કારણે શહેરની સમસ્યાઓ જૈસે થે..

રાધનપુર નગ૨પાલિકામાં કાયમી ચીફ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેકટર તથા ટાઉન પ્લાનરની જગ્યા ધણા સમય થીખાલી છે ઉપરોક્ત જગ્યા હાલમાં જે તે ના ચાર્જમાં હોવાથી રાધનપુર નગરપાલિકાની વહીવટી કામગીરી યોગ્ય રીતે ન થતાં શહેરની સમસ્યાઓ જૈસે થે રહેવા પામી છે ત્યારે ઉપરોક્ત જગ્યાઓ કાયમી ધોરણે ભરવામાં આવે તેવી માંગ સાથે રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ને લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે રાધનપુર નગર પાલિકા નાં ચિફ ઓફિસર સહિત નો ટેકનિકલ સ્ટાફ હાલ ચાજૅ માં હોવાથી શહેરીજનોનાં પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી,સફાઈ, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટો, રખડતાં ઢોરો જેવી સમસ્યાઓનો સમય વિતવા છતાં ઉકેલ આવતો નથી. જેનાં કારણે લોકોને મોટા પ્રમાણમાં મુશ્કેલીઓ પડી રહી છે.તો આમ જનતાના નાના મોટા પ્રશ્નો તથા વહીવટી ખર્ચ બાબતે પણ મુશ્કેલી પડતી હોય જેના કારણે નગરપાલિકાનો વહીવટી ઠપ થઈ ગયો હોય તેવી પ્રતિતિ થઈ રહી છે.

રોજમદારોના પગારો, લાઈટ બીલો, સેનીટેશન શાખા, પાણી પુરવઠા શાખાના સાધનો વિગેરે કામ કરાવવામાં પણ ખુબજ તકલીફ પડે છે.વિકાસના કામોના ટેન્ડરો બહાર પાડવા તથા આવેલ ટેન્ડરો ખોલવા બાબતે પણ ચીફ ઓફિસર રેગ્યુલર ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તયારે આ તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને રાધનપુર નગરપાલિકા માં તાત્કાલિક અસરથી નિયમિત રેગ્યુલર ચીફ ઓફિસર અને ટેકનિકલ સ્ટાફની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી રજૂઆત તેઓએ મુખ્યમંત્રી ને લખાયેલા પત્રમાં કરી હોવાનું જાણવા મળ્યું છે.