#PATAN : ચાણસ્મા હાઈવે માર્ગ પર દેવમ હોમ્સ એન્ડ રેસિડેન્સિયલ પ્લોટીગ સ્કીમ નો પ્રારંભ કરવામાં આવ્યો..

પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી…

પાટણ નગરપાલિકાની પૂવૅ એન્જિનિયર અને જાણીતા બિલ્ડર ગીરીશભાઈ પટેલ દ્વારા ચાણસ્મા હાઈવે સ્થિત પોતાની નવીન મકાન ની સ્કીમ “દેવમ હોમ્સ” અને રેસિડેન્સીયલ પ્લોટીગ નો શુભારંભ ગુરુવાર ના ભૂદેવો નાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગમાં હાજરી આપતા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે પોતાની શુભેચ્છાઓ સાથે ગીરીશભાઈ પટેલ ને નવીન મકાન ની સ્કીમ ની શુભકામના વ્યક્ત કરી હતી..

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સાથે અન્ય રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમામ મહાનુભાવો નું ગીરીશભાઈ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા શાબ્દિક સ્વાગત કરી આવકારી નવીન સાહસને બિરદાવવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.