#PATAN : શંખેશ્વર નાં ટુવડ ગામે ખિજડાના 30 વૃક્ષો કાપી લાકડાની ચોરી કયૉના આક્ષેપ સાથે પોલીસ મથકે અરજી અપાઈ..

શંખેશ્વર તાલુકાના મનવરપુરા નાં પાંચ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી..

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે 30 જેટલા ખિજડા ના ઝાડ કાપી લાકડાની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ગામનાં ડોડીયા નનુભાઈ પથાભાઈ દ્વારા પોલીસ મથકે અરજી આપી વૃક્ષો નુ નિકંદન કાઢી લાકડાની ચોરી કરી જનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે રહેતા ડોડીયા નનુભાઈ પથાભાઈ એ પોલીસ ને આપેલ લેખિત અરજી માં જણાવ્યું હતું કે પોતાની ખેતીની જમીન ખાતા નંબર 934 સર્વે નંબર 439/ pe ખેતરનું નામ કોચણિયું ધરાવું છુ. મારા આ ખેતરની ફરતે ઉત્તર તેમજ દક્ષિણ દિશાના શેઢા પર મહા મહેનતે વાવેલ તથા ઉછેરેલ ખિજડાના પાંચ વૃક્ષ છેલ્લા 20(વીસ) વર્ષથી ખેતી માટે જરૂરી નાઈટ્રોજન પૂરો પાડી રહ્યા હતા,


ગુરુવારે અમો સદર ખેતરની વાડ સરખી કરવા ગયા ત્યારે ખેતીમાટે વરદાન રૂપ તથા પ્રકૃતિની અમૂલ્ય સંપત્તિ એવા મારા આ ખેતરના પાંચ ખિજડાના વૃક્ષ તથા આજુબાજુના ખેતરના શેઢા પર રહેલ અન્ય 25 ખિજડાના વૃક્ષ આમ કુલ 30 વૃક્ષ ઠાકોર વસાજી મેલાજી તથા અન્ય પાંચ ઈસમો રહે ગામ મનવરપુરા (કોઢ) તા-શંખેશ્વર જિ-પાટણ ટ્રેકટર, ટ્રોલી તથા વૃક્ષો કાપવાના હથિયારો સાથે કોઇની પણ મંજૂરી વિના કાપી તેના લાકડાની ચોરી કરેલ હોય એક તરફ સરકાર તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ જન આંદોલન દ્વારા વૃક્ષો વાવો વૃક્ષો બચાવો ના અભિયાન કરી રહી છે તેવા સમયે આવી રીતે ખેતીની જમીન પરથી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવું એ જઘન્ય અપરાધ છે. તથા આ વૃક્ષોના નિકંદન થકી અમારી ખેતીની ફળદ્રુપતા પણ ઘટી જશે જેનાથી અમોને પણ ઘણું આર્થિક નુકશાન વેઠવું પડશે. ત્યારે ઠાકોર વસાજી મેલાજી તથા અન્ય પાંચ ઈસમ રહે ગામ – મનવરપુરા, તા શંખેશ્વર જિ-પાટણ પર અમારી માલીકીની જમીન ખાતા નંબર 934 સર્વે નંબર 439/ pટ પર આવી અમારી કે અન્ય કોઇની પણ મંજૂરી વિના વૃક્ષો કાપવા તથા તેના લાકડાની ચોરી નો IPC 425 તથા 378 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવા રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.