#PATAN : રોટરી નગર થી રાણકી વાવ સુધીના ત્રણ કિલોમીટર માર્ગનું પાટણ ધારાસભ્ય ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું..

પાટણ અનાવાડા રોડ ઉપર આવેલ રોટરી નગર થી રાણકીવાવ સધી નાં ત્રણ કિલોમીટર રોડ બનાવવા માટે રૂ.1.50 કરોડ ની રકમ ફાળવવામાં આવતાં ગુરૂવારના રોજ પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા આ નવીન રોડ નું ખાતમુહૂર્ત કર્યું હતું.


રોટરી નગરથી ઐતિહાસિક રાણકીવાવ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ મૌલાના મહેબૂબ ની દરગાહ ને જોડતો આ માગૅ તૈયાર થતા પ્રજાજનોને આવવા જવા માટે સુવિધા મળી રહેશે તેવું પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલે જણાવ્યું હતું.
આ માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.