#PATAN : સંડેર ગામના પૌરાણિક સિધ્ધનાથ મહાદેવના મંદિર ના વિકાસ કાર્ય માટે સ્થળ મુલાકાત લેતા પાટણ ધારાસભ્ય..

ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલની રજુઆત રંગ લાવી મંદિરના વિકાસ કાર્ય માં ગ્રાન્ટ ફાળવાઈ ..

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના અધિકારીઓ દ્વારા પાટણ ના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલ ની રજૂઆત નાં પગલે સંડેર ગામના શ્રી સિધ્ધનાથ મહાદેવ ના મંદિર ના વિકાસ કાર્ય માટે ગ્રાન્ટ ફાળવતાં મંદિર વિકાસ મામલે ગુરુવારે પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી.


મુલાકાત દરમિયાન પાટણ ના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલે અધિકારીઓ, ગામના આગેવાનો,મંદિરના વહીવટ
દારો સાથે વિચાર વિમર્શ કરી વિકાસ ના એસ્ટીમેન્ટ પ્લાન ની તૈયારી કરી આગામી સમય માં મંદિર માં વિકાસ કામ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ની ગ્રાન્ટ માંથી શરૂ કરી શકાય તે માટે ટુંક સમયમાં ટેન્ડરીગ પ્રક્રીયા કરી કામગીરી હાથ ધરાનાર હોય જેને લઈને ગ્રામજનો દ્વારા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની રજૂઆત નાં પગલે મંદિર નાં વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાની બાબતને લઈને આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.