#PATAN : સાતલપુર રેલવે સ્ટેશન નજીક માળી યુવાને અગમ્ય કારણોસર રેલવે નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું..

રેલવે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી લાશ નું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વાલી વારસો ને જાણ કરી તપાસ હાથ ધરી.

પાટણ જિલ્લાના સાંતલપુર રેલવે પાટા ઉપર પડતુ મુકી ગુરુવારે સાંજે એક યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ધટના સ્થળે લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા તો બનાવની જાણ રેલવે પોલીસ ને થતાં તેઓએ ધટના સ્થળે આવી લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી હકીકત મુજબ ગુરુવારે સાંજે


પાટણ જિલ્લાના સાંતલપુર ખાતેના રેલવે સ્ટેશન નજીક સાંતલપુરના માળી પરિવારના એક યુવાને કોઈ અગમ્ય કારણોસર રેલવે નીચે પડતું મૂકી પોતાનું જીવન ટુંકાવતા અને બનાવની જાણ લોકો ને થતા ધટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા તો રેલવે પોલીસે ધટના સ્થળે પહોંચી લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી મૃતક નાં વાલી વારસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવાને ક્યાં કારણોસર મોતને વહાલું કર્યું છે તે જાણી શકાયું નથી.