#PATAN_CITY : જીઆઈડીસી માં આવેલ ગણેશ ટ્રેડર્સ માં કોપી રાઈટ મામલે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી..

કામદા ઓઈલ નાં ટ્રેડમાર્ક ના ભળતા કામના ઓઈલ ટ્રેડમાર્ક નો ઉપયોગ કરાયેલા ઓઇલના ડબ્બાઓ,પેમ્ફલેટો મળી આવ્યા..

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે કોપી રાઈટ મુદ્દામાલ બી ડિવિઝન પોલીસ ને સુપ્રત કરી આગળની તપાસ સોંપી..

પાટણ જીઆઈડીસી ખાતે કાયૅરત ગણેશ ટ્રેડર્સ નામની દુકાનમાં ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ ની ટીમ દ્વારા કામદા ઓઈલ નાં ટ્રેડમાર્ક કોપી રાઈટ મામલે આકસ્મિક તપાસ હાથ કામદા ઓઈલ નાં કોપી રાઈટ કરાયેલા કામના ઓઇલના ડબ્બાઓ,પેમ્ફલેટો સહિત કોપી રાઈટ વસ્તુઓને હસ્તગત કરી ગણેશ ટ્રેડર્સ ના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા બી ડિવિઝન પોલીસ ને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના જીઆઇડીસીમાં આવેલ ગણેશ ટ્રેડર્સ નામની દુકાનનાં માલિક નરેશભાઈ મોદી અને રાજેશભાઈ મોદી દ્વારા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ દશૅન ગોડાઉનમાં વષૅ 2016 થી ઉત્પાદન કરાતા કામદા ઓઈલ નાં ટ્રેડમાર્ક ની કોપી રાઈટ કરી તેના ભળતા કામના ઓઈલ નામનું પેકીગ કરી બજારમાં વેચાણ કરાતું હોવાની કામદા ઓઈલ નાં માલિક સંજયભાઈ પટેલને જાણ થતાં તેઓએ પોતાના ટ્રેડમાર્ક નાં કોપી રાઈટ મામલે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ત્યારે દિલ્હી ક્રાઈમ બ્રાંચ દ્વારા આ મામલે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ ને તપાસ સોંપતાં શુક્રવારના રોજ ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ નાં પીઆઈ એસ.એમ. ચૌધરી, પીએસઆઇ એસ.એ.પાટીલ સહિતની ટીમે પાટણ જીઆઈડીસી સ્થિત ગણેશ ટ્રેડર્સ માં આકસ્મિક તપાસ હાથ ધરતા કામદા ઓઈલ નાં ટ્રેડમાર્ક ની નકલ નાં કામના ઓઈલ નાં ડબ્બાઓનો જથ્થો તેમજ પેમ્ફલેટો નો જથ્થો મળી આવતાં તપાસ ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી ગણેશ ટ્રેડર્સ માંથી મળી આવેલા

કામના ઓઈલના ડબ્બા તેમજ પેમ્ફલેટ સહિતની કોપી રાઈટ વસ્તુઓને હસ્તગત કરી પાટણ બી ડિવિઝન પોલીસ ને સોંપી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ ને જવાબદારી સોંપવામાં આવી હોવાનું ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ નાં પીઆઈ એસ.એમ.ચૌધરીએ જણાવ્યું હતું.
પાટણ જીઆઈડીસી ખાતે ગણેશ ટ્રેડર્સ પર કોપી રાઈટ મામલે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું.