#PATAN_CITY : અંગદાન મહાદાન જન જાગૃતિ અંતગર્ત સાયકલ સ્પધૉ નું આયોજન કરવામાં આવ્યું..

સાયકલ સ્પર્ધામાં જોડાયેલા સ્પધૅકોએ અંગ દાન જાગૃતિ માટે નાં પ્લે કાડૅ ધારણ કરી સંદેશ ફેલાવ્યો..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ અને યુનિવર્સિટી સભ્ય દ્વારા સ્પધૅકો ને અભિનંદન પાઠવ્યા..

અંગદાન મહાદાન જનજાગૃતિ અંતગર્ત શુક્રવારના રોજ આયોજિત કરાયેલ સાયકલ સ્પર્ધા ને પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર અનૈ સ્નેહલ પટેલ દ્વારા લીલી ઝંડી આપી ને પ્રસ્થાન કરાવ્યું હતું.


અંગદાન જાગૃતિ માટે આયોજિત સાયકલ સ્પધૉમાં બાળકો સ્કેટિંગ સાથે અને યુવાનો સાયકલ સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સાયકલ સ્પધૉ શહેરના બગવાડા દરવાજા ખાતે થી પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી શહેરનાં હાસાપુર લીંક રોડ પર આવેલા રોટલીયા હનુમાનજી મંદિર ખાતે સંપન્ન બની હતી.


સાયકલ સ્પધૉમાં જોડાયેલા તમામ સ્પધૅકો એ અંગ દાન જાગૃતિ માટે ના પ્લે કાડૅ સાથે લોકોમાં અંગ દાન જાગૃતિ માટે નો સંદેશો ફેલાવી લોકોને અંગ દાન માટે પ્રેરણા પુરી પાડી હતી.
અંગ દાન જાગૃતિ માટે આયોજિત આ સાયકલ સ્પધૉમાં ભાગ લેનાર તમામ સ્પધૅકો ને ઉપસ્થિત મહાનુભાવોએ સરાહી અભિનંદન પાઠવ્યા હતા.