મોટા સમાચાર – ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ આવતી કાલે જાહેર થશે: શિક્ષણ મંત્રી

સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આગામી તા.૦૬ જૂન ૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૪ જૂને જાહેર થશે તેમ જીતુ વાઘાણીએ જાહેરાત કરતા કહ્યું હતું જ્યારે ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ આગામી તા.૦૬ જૂને જાહેર કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૦૪ મે ૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. 

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આગામી તા.૦૬ જૂન ૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્રારા ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા 20 દિવસ મોડી યોજવામાં આવી હતી.

કોરોના કહેરના કારણે સરકાર દ્વારા મોડી પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી.

માર્ચના મધ્ય સપ્તાહ ને બદલે માર્ચના અંતિમ તબક્કામાં પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા મોડી યોજાતા પરિણામ વહેલા આવે તેની તકેદારી લેવામાં આવી રહી છે 12 સાયન્સના રીઝલ્ટ બાદ ધોરણ 10 નું પરિણામ આવતી કાલે જાહેર કરવામાં આવશે.

ખાસ કરીને બોર્ડની અંદર 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ખાસ કરીને ધોરણ 10માં 9.70 લાખ જ્યારે 12માં સામાન્ય પ્રવાહમાં કુલ 4.22 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા.