#SIDDHPUR : નાગવાસણા ગામે સરકાર દ્વારા તૈયાર કરાયેલ પશુ દવાખાના નું લોકાર્પણ કરાયું..

જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પોતાના મત વિસ્તારના વિકાસ માટે તત્પરતા દર્શાવી..

ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ નું શાલ,બુકે દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કર્યો..

ગ્રામીણ ક્ષેત્રના પશુપાલકોને પશુ સારવારનો લાભ મળી રહે તે માટે ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ગ્રામ્ય ક્ષેત્રોમાં પશુ દવાખાના બનાવવવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ પોતાના મત ક્ષેત્ર સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે સરકાર દ્રારા તૈયાર કરવામાં આવેલ પશુ દવાખાના મકાનનું લોકાર્પણ કર્યુ હતું.
આ પ્રસંગે શ્રીમતિ મકવાણાએ ગ્રામીણ ક્ષેત્રમાં પશુપાલકોને પોતાના પશુઓની ઉતમ સારવાર મળી રહે તે માટે આ પશુદવાખાના લોકાર્પણની સાથે સાથે ખાલી પડેલ પશુચિકિત્સકની ખાલી જગ્યા પણ ભરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.


સાથે સાથે ગામમાં ચાલતી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓની સંખ્યા ને ધ્યાને લઇ ખુટતા બે ઓરડાઓ પણ સર્વ શિક્ષા અભિયાન હેઠળ મંજુર કરવામા આવ્યા હોવાનું પોતાના ઉદબોધનમાં જણાવી તેની વિગતો સાથે તમામ ગ્રામજનોને માહિતગાર કરેલ હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી નાણાપંચની ગ્રાન્ટમાંથી પણ પ્રા.શાળાના બાકી એક ઓરડાનું કામ પણ આયોજનમાં સમાવી લેવામાં આવશે તેવી હૈયાધારણા આપી પોતાનાં મત વિસ્તારના ક્ષેત્રોના વિકાસ કાયૅ માં તેઓ હમેંશા તત્પર રહેશે તેવી ગામલોકોને ખાત્રી આપી હતી.
આ પ્રસંગે નાગવાસણા ગામના સરપંચ સહિત મોટી સંખ્યાખમાં ગ્રામજનો એ હાજર રહી પોતાના મતક્ષેત્રમાં ઉતમ કામગીરી કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણાને, શાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું.