એચ.એચ.સી પરિક્ષા માં સરકારી કે.કે.ગલ્સૅ હાઈસ્કૂલ નું ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું..

પાટણ તા.4
શનિવારે જાહેર થયેલ એચ એસ.સી પરીક્ષાના પરિણામમાં પાટણની સરકારી શ્રીમતી કે કે ગર્લ્સ હાઇસ્કૂલ પાટણ ની શાળાનું ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષ દરમ્યાન ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ ( કોમર્સ ~ આર્ટસ ) નું પરિણામ ૯૬.૭૭% આવેલ છે.તે પ્રસંગે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિની કુ અંજલિ જગદીશ ભાઈ પટણીને મીઠાઈ દ્વારા ગળ્યું મોઢું કરાવી શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પાટણ ડૉ.દિનેશ ભાઈ પ્રજાપતિ, શાળાના શિક્ષક રમેશભાઈ સાધુ, કમલેશ ભાઈ સ્વામી અને ભીખાભાઈ પ્રજાપતિ સૌ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતાં.