#HIMATNAGAR : સ્વામિનારાયણ ભગવાન મંદિર ની મુલાકાત લઈ નીલકંઠવર્ણી નો અભિષેક કરતાં કે.સી.પટેલ…

મંદિરના સ્વામીજી દ્વારા રક્ષા કવચ બાંધી રૂડા આશીર્વાદ પાઠવ્યા..

હિમંતનગર વિધાનસભાના વિસ્તારક અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ છેલ્લા બે દિવસથી પોતાના હિંમતનગર વિસ્તારમાં વિસ્તારક તરીકે પ્રવાસ કરી રહ્યા છે તેઓ દ્વારા રાજકિય સામાજિક મીટીંગો અને બેઠકો ની સાથે સાથે તેઓ પોતાના વિસ્તારક તરીકે ની જવાબદારી મળેલ વિસ્તારના વિવિધ ધાર્મિક સ્થાનકો ની પણ મુલાકાત લઈ તેના વિકાસ માટે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત મહંતો સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે

ત્યારે ગતરોજ તેઓએ હિમંતનગર ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન શ્રી સ્વામી નારાયણ મંદિર ની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ આગેવાનો સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ ની આરતી પ્રસંગ નો લાભ લઇ ભગવાન નિલકંઠવર્ણીનો જળાભિષેક કરી દર્શન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.શ્રી સ્વામિનારાયણ ભગવાન નાં મંદિર પરિસર ની મુલાકાત દરમિયાન કે.સી.પટેલને મંદિરના સ્વામીજી દ્વારા રક્ષા કવચ બાંધી રૂડા આર્શિવાદ પાઠવ્યા હતા.