#PATAN : ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 88.85 ટકા પરિણામ આવ્યું : 14 છાત્રોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો.

464 વિદ્યાર્થીઓએ A2, 1443 વિદ્યાર્થીઓએ B1 અને 1980 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો..

1740 વિદ્યાર્થીઓએ C1 અને 787 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સ ના પરિણામ બાદ શનિવારે સવારે માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 88.85 ટકા પરિણામ જાહેર થયું હતું.
નોંધનીય છે કે જિલ્લામાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું. પાટણના 13 કેન્દ્રમાં 7300 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી જેમાં પાટણ 91.96, સિદ્ધપુર 92.26,રાધનપુર 92.61,ચાણસ્મા 86.38, કોઇટા 83.77, વાયડ 84.40,મેથાણ 91.38, ધીણોજ 76.07,હારીજ 88.73,શંખેશ્વર 90.91, વારાહી96.83,સમી 97.91 બાલીસણા78.54 રહ્યું હતું.
બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.
પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહ નું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 7300 વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 464 વિદ્યાર્થીઓએ A2, 1443 વિદ્યાર્થીઓએ B1 અને 1980 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 1740 વિદ્યાર્થીઓએ C1 અને 787 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 57 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 1 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.