બીજેપીમાં જોડવવાનો વિરોધ : હાર્દિક પટેલના પોસ્ટરને કાળી શાહી લગાવવામાં આવી

મહેસાણા અને ઉનાવામાં હાર્દિક પટેલના પોસ્ટરને કાળી શાહી લગાવવામાં આવી છે.

મહેસાણા અને ઉનાવામાં હાર્દિક પટેલના પોસ્ટરને કાળી શાહી લગાવવામાં આવી છે. હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર લાગ્યા છે આ પોસ્ટર ઉપર કાળી સાહી લગાવવામાં આવી છે. હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા શાહી લગાવતો વીડિયો સામે આવ્યો છે.

ખાસ કરીને 2 જૂનના રોજ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારથી હાર્દિક પટેલ ને લઈને પટેલોમાં બે ફાંટા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે અન્ય પાટીદાર યુવાનો પણ હાર્દિકના ભાજપમાં જોડાવા ને લઈને વિરોધ કરી રહ્યા છે.

કેમકે ૨૦૧૭ની ચૂંટણીમાં અનામત આંદોલન છેડી હાર્દિક પટેલે સરકાર પર રીતસરની બાયો ચડાવી હતી ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો હજુ પણ સરકારના કેટલાક વલણથી અને કેસ કરવાના મામલે નારાજ છે ત્યારે હાર્દિક પટેલ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે તેને લઈને સખત વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે. 

લાલજી પટેલ સહિતના આગેવાનોએ હાર્દિકને સ્વાર્થી પણ કહ્યો હતો ત્યારે મહેસાણામાં અને ઉનાવા ની અંદર કાળી શાહી હાર્દિક પટેલના પોસ્ટરને લગાવવામાં આવી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા જ શાબ્દિક રીતે વિરોધ જોવા મળ્યો છે પરંતુ પહેલી વાર આ રીતે ભાજપે પોસ્ટરો લગાવ્યા છે ત્યાં પોસ્ટર ઉપર કાળી સાહિ લગાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *