જાણો કોને…………. ? શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ગાડીના કાચનો કુચ્ચો કરી નાખ્યો.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના મુખ્ય કાર્યાલય હેડગેવાર ભવનમાં બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પાર્ક કરેલ શિક્ષણ મંત્રીની કાર પર વાંદરાઓના ટોળું મસ્તી કરતા કરતા ગાડીના કાચ પર કૂદાકૂદ કરતા જોવા મળ્યા હતા. ડ્રાઈવરની સાઈડની તરફ આગળનો કાચ તોડી નાખ્યો હતો. જેથી આસપાસ ઉભેલા લોકો તાત્કાલિક દોડી આવી વાંદરાઓને ભગાડ્યા હતા.

આ બેઠકમાં સીઆર પાટીલ સહિત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજકીય, સામાજિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક જયંતિભાઈ ભડેસિયા પણ હાજર રહ્યા છે. જ્યારે થોડીવારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. દર વર્ષે જૂન અને નવેમ્બર મહિનામાં આ સમન્વય બેઠક યોજાતી હોય છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ મામલે ભાજપે ફાસ્ટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે આવા સમયે જ આજે અમદાવાદમાં RSS અને ભાજપના રાજ્ય એકમની એક બેઠક મળી હતી. જેમાં રાજ્યની ચૂંટણીઓમાં સંઘની ભૂમિકા તથા સંઘ પાસે જે કાંઇ વિચારો છે તેની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં RSSના અનેક અગ્રણીઓ ઉપરાંત બેઠકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. 

મળતી માહિતી પ્રમાણે, ભાજપ એ RSSની રાજકીય પાંખ છે અને દેશભરમાં આ રીતે સંઘ અને ભાજપ વચ્ચે નિયમિત રીતે બેઠકો યોજાતી રહે છે. તે વચ્ચે વર્ષમાં બે વખત ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ હતી. જોકે સૌપ્રથમ વખત ભાજપમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંને RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, જેથી એ મુદ્દો પણ મહત્વનો છે. આમ છતા પણ RSS દ્વારા રાજ્યમાં રાજકીય, સામાજિક સહિતના મુદ્દાઓ પર ભાજપને માર્ગદર્શન અને સરકારને પણ સૂચનો આપવામાં આવે છે અને તેનો અમલ પણ થાય છે. 

ભાજપ માંથી રાજીનામું આપનાર ડો જય નારાયણ વ્યાસે કોંગ્રેસ નાં ઉમેદવાર ને ખુલ્લું સમથૅન આપ્યું…

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નાં ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી.. પાટણ તા.૨૭આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય…

પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠક પર થી કુલ 311 આચાર સહિતા ની ફરિયાદ માંથી 306 ફરિયાદ નો નિકાલ કરાયો..

સૌથી વધુ આચાર સહિતા ની ફરિયાદ 18 પાટણ વિધાનસભા બેઠક પર થી મળી.. પાટણ તા.26આગામી વિધાનસભાની 2022 ની ચૂંટણીને ધ્યાનમાં…

પાટણ AAP ના ઉમેદવાર સામે લોક પ્રતિનિધિ ધારા હેઠળ કાયૅવાહી કરવા કોંગ્રેસ નાં ઉમેદવાર ની રજૂઆત..

સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ નાં ઉમેદવાર વિરુદ્ધ ફરતી કરવામાં આવેલ પેપર કટીંગ નાં મુદ્દે ચુંટણી અધિકારી ને રજુઆત કરવામાં આવી.. પાટણ…

પાટણના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ..

દરેક ગામ માથી સુજ્ઞ મતદારો,વડિલો, મહિલાઓ દ્વારા પ્રાપ્ત થતાં વિજયના આશિર્વાદ… શહેરી વિસ્તારમાં જંગી જાહેર સભામાં સ્વયંભૂ લોકો એ ઉમટી…

રાજકોટના સોની પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો: પુત્ર અને પત્નીનાં મૃત્યુ બાદ પતિનું પણ મોત

યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં સોની પરિવારને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા નામચીન ચીન્ટુ ઉર્ફે સંજયરાજસિંહ ઝાલાની ક્રાઇમ બ્રાન્ચે લક્ષ્મીવાડીમાંથી…