વિરાટ કોહલી રચશે ઈતિહાસ; રમ્યા વિના બેવડી સદી ફટકારશે, આવું કરનાર વિશ્વનો એકમાત્ર ક્રિકેટર

વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી મેદાન પર તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જો કે તેમ છતાં તેના ફેન ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. વિરાટ ભારતમાં સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો વ્યક્તિ છે અને હવે તે આ મામલે ટૂંક સમયમાં બેવડી સદી ફટકારવા જઈ રહ્યો છે. વિરાટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફેન્સ ધરાવતો એકમાત્ર ક્રિકેટર બનવાથી થોડાક પગલાં દૂર છે. કોહલીએ ભલે છેલ્લા બે વર્ષમાં બેટથી સદી ફટકારી ન હોય, પરંતુ તે ઈન્સ્ટાગ્રામ પર સદી બાદ હવે બેવડી સદી ફટકારવા માટે તૈયાર છે.

InsideSports ના એક રિપોર્ટ અનુસાર, કોહલી ભારતનો પહેલો એવો વ્યક્તિ બનશે કે જેના Instagram પર 200 મિલિયન ફોલોઅર્સ હશે. હાલમાં તેના 199 મિલિયન ફોલોઅર્સ છે અને કેટલાક આગામી થોડા દિવસોમાં આ આંકડાને સ્પર્શ કરશે. ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાઈલી જેનર, સેલેના ગોમ્સ અને ડ્વેન જોન્સન (ધ રોક તરીકે ઓળખાય છે) હાલ વિશ્વમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં વિરાટથી આગળ છે.

કોહલી ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટથી કેટલી કમાણી કરે છે?

રિપોર્ટ્સ અનુસાર, કોહલીની કમાણીની વાત કરવામાં આવે તો, પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાણી કરવામાં 19માં સ્થાને છે. તે ભારતમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. વિરાટ પેઇડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લગભગ $680000 ચાર્જ કરે છે. તેમની કુલ સંપત્તિ લગભગ $127 મિલિયન (અંદાજે 950 કરોડ) છે.

ભાજપ માંથી રાજીનામું આપનાર ડો જય નારાયણ વ્યાસે કોંગ્રેસ નાં ઉમેદવાર ને ખુલ્લું સમથૅન આપ્યું…

પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠક પર થી કુલ 311 આચાર સહિતા ની ફરિયાદ માંથી 306 ફરિયાદ નો નિકાલ કરાયો..

પાટણ AAP ના ઉમેદવાર સામે લોક પ્રતિનિધિ ધારા હેઠળ કાયૅવાહી કરવા કોંગ્રેસ નાં ઉમેદવાર ની રજૂઆત..

પાટણના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ..