#PATAN : જીમખાના ખાતે ૨૫ દિવસ સુધી ચાલનારા ક્રિકેટ મહાકુંભનો પ્રારંભ..

85 ટીમો નાં 1440 ખેલાડીઓ મેચીસ નાઈટ ટુર્નામેન્ટ માં રમશે..

ખેલાડીઓએ ખેલ દિલી પૂવૅક ટુનૉમેન્ટ માં ભાગ લેવો જોઇએ: મુનાફ પટેલ

પાટણનાં મ.ક. જીમખાના ખાતે 25 દિવસ સુધી ચાલનારા ‘ક્રિકેટ મહાકુંભ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં પાટણ જિલ્લાની કુલ 85 ટીમો એકબીજા સાથે મેચ રમશે અને ચેમ્પીયન ટ્રોફી જીતશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘સાંસદ ખેલ સ્પર્ધા 2022’નો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ટુર્નામેન્ટની ટ્રોફી તથા ટી શર્ટનું લોંચિંગ પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીનાં હસ્તે કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકાઇ હતી.
આ ટુર્નામેન્ટમાં 1440 ખેલાડીઓ ભાગ લેશે. આ માટે પાટણનાં મ.ક. જીમખાના રાત્રી પ્રકાશની વ્યવસ્થા માટે સાંસદની ગ્રાન્ટમાંથી રૂ. 15 લાખનાં ખર્ચે હાઇમાસ્ક તથા ફ્લડ લાઇટોની વ્યવસ્થા કરાઇ છે. આ ટુર્નામેન્ટનું સાંસદ ભરતસિંહ ડાભીનાં હસ્તે રિબીન કાપી તથા શ્રીફળ વધેરીને ખુલ્લી મુકાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતનાં પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ તથા પ્રિયાંક પંચાલનું પાટણનાં સાંસદ સહિત પાટણ જીમખાનાનાં પદાધિકારીઓ-હોદ્દેદારો તથા જીમખાનાનાં ક્રિકેટ વિભાગનાં સભ્યોએ સન્માન-સ્વાગત કર્યુ હતું.


આ પ્રસંગે જી.આઇ.ડી.સી.નાં ચેરમેન બળવંતસિંહ રાજપૂત, શિક્ષણ રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠાનાં ક્રિકેટર દિલીપસિંહ હડિયોલ, ઉભરતા ક્રિકેટર ઉર્વિલ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, ગાંધીનગરના પ્રભારી મોહનભાઇ પટેલ, પાટણ નગરપાલીકાનાં પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પાટણ જિલ્લાનાં ઇન્ચાર્જ કલેક્ટર ડી.એન. સોલંકી, પોલીસ અધિક્ષક વિજયભાઇ પટેલ, હિતેન્દ્ર પટેલ, પાટણ મ.ક. જીમખાનાં વહિવટી પ્રમુખ કનુભાઇ પોપટ તથા સભ્યો પ્રશાંતભાઇ રાવલ, ડૉ. પરિમલ જાની, પ્રશાંત મોદી, મહેશ પટેલ, નિલેશ પટેલ, મનોજ કે. પટેલ, અમિતભાઇ ખમાર સહિત ક્રિકેટ કોચ સતિશભાઇ દેસાઇ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે જણાવ્યું કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતનાં મુખ્યમંત્રી રહી ચુકેલાને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અનુરોધથી પાટણમાં યોજાઇ રહી છે. તેનું મને ગૌરવ છે. તેમણે પાટણનાં ક્રિકેટ જગતમાંથી બીજો દિલીપસિંહ હડિયોલ કે મુનાફ પટેલ જેવો ખેલાડી પેદા થવા જોઇએ. વડાપ્રધાનનાં પ્રયાસોનાં કારણે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાંથી ક્રિકેટનાં સારા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ક્રિકેટની ગેઇમ એ જેન્ટલમેનની ગેમ છે. તેમાં શિસ્તની ખૂબ જ આવશ્યકતા છે.


આ પ્રસંગે પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાજપનાં સાંસદોને સુચન કર્યુ કે, તમે તમારા વિસ્તારમાં ખેલસ્પર્ધાનું આયોજન કરો. ઘણા સાંસદોએ અનેક રમતો પસંદ કરી પણ પાટણ એ ઉત્તર ગુજરાતનું વડુ મથક હોવાથી મને પાટણમાં ક્રિકેટ સ્પર્ધા યોજવાની ઇચ્છા થઇ હતી.
તેમણે કહ્યું કે, સિદ્ધરાજ જયસિંહે દેશમાં રાજ કર્યુ હતું. તેમણે ઉત્તર ગુજરાત ક્રિકટ એસોસીએશન બનાવીને સિધ્ધરાજનાં નામે તેનું નામાભિધાન કરવામાં આવે. તેમણે કહ્યું કે, આપણે સમાજ જીવનમાં લોકોને કેટલું આપી શકવા સમર્થ છીએ તે જોવાની જરુર છે. તેમણે યુવા ખેલાડીઓને આગળ જવાની મૈં તક પરી પાડવા બદલ પાટણ જીમખાનાનાં સભ્યોને અભિનંદન પાઠવતાં કહ્યું કે, મારા મત વિસ્તારમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા આવે છે. અત્રેનાં ક્રિકેટરો ભારતનાં ક્રિકેટમાં તેમનું યોગદાન આપતા રહે તે જરુરી છે. આ વિસ્તારમાંથી સારા ક્રિકેટરો પેદા થાય તેવી કામના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પ્રારંભમાં સ્વાગત પ્રવચન મ.ક. જીમખાનાનાં વહિવટી પ્રમુખ કનુભાઇ પોપટે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સુનિલભાઇ દવેએ કર્યુ હતું ને આભારવિધિ મનોજ કે. પટેલે કરી હતી.