#PATAN : નગરપાલિકા કેમ્પસ ખાતે વાહનશાખાના 70 કર્મચારીઓ પગાર વધારા મુદ્દે આક્રમક મુડમાં..

કમૅચારીઓ દ્વારા પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો..

પગાર વધાર મુદ્દે પાલિકા ઉપપ્રમુખ દ્વારા ઉધ્ધતાઇભર્યું વર્તન કરતાં કમૅચારીઓ લાલધુમ…

પાટણ નગરપાલિકાની વાહન શાખાના કર્મચારીઓ દ્વારા પગાર વધારાના મુદ્દે ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરતા તેઓએ કર્મચારીઓ સાથે ગેરવર્તણુક કરી ઉડાઉ જવાબ આપતા કમૅચારીઓ રોષે ભરાયા હતા અને નગરપાલિકા કેમ્પસ ખાતે પગાર વધારાની હકક લડત સામે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
પાટણ નગરપાલિકાની વાહન શાખામાં ડ્રાઈવર, કલીનર, હેલ્પર સહિતના 70 જેટલા કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષથી માસિક રુપિયા 8 હજારના વેતન લેખે ફરજ બજાવી રહ્યા છે. જોકે, આ કર્મચારીઓને નગરપાલિકા દ્વારા લઘુત્તમ વેતન પણ ચુકવવામાં આવતું નથી. જેને કારણે 70 જેટલા કર્મચારીઓને મોંઘવારીના સમયમાં પરીવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે પગાર વધારાના મુદ્દે કર્મચારીઓએ પાલિકાના ઉપપ્રમુખ ધમેશ પ્રજાપતિને રજૂઆત કરી હતી.
ઉપપ્રમુખે કર્મચારીઓ સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરી તમે નોકરીમાંથી જતા રહો, અમે બીજો સ્ટાફ લાવીશું. તેમ કહી કર્મચારીઓને કાઢી મુકયા હતા. ત્યારે રોષે ભરાયેલા વાહનશાખાના 70 કર્મચારીઓએ નગરપાલિકા કેમ્પસ ખાતે પગાર વધારાની લડત મુદ્દે સૂત્રોચ્ચાર પોકારી ઉપપ્રમુખ સામે પોતાની નારાજગી વ્યકત કરી લાલઘુમ બન્યા હતા.