#PATAN : BAPS સ્વામિનારાયણ મંદિરનો 8મો પાટોત્સવ ઉજવાયો..

ભગવાનને અભિષેક કરી વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવ્યો..

મંદિર પરિસર ખાતે વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવી..

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાટણ ખાતે 8મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો હતો. ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ ત્રિભુવન પાર્ક ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 8 વર્ષ પૂર્ણ થયા છે. તેની ઉજવણી પ્રસંગે મંદિર પરિસર ખાતે વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનને સવારે અભિષેક કરી અને પાટોત્સવ મહાપૂજા આરતી અને ભગવાન સ્વામિનારાયણને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પાટોત્સવ દરમિયાન ખાસ મહેસાણા મંદિરના કોઠારી સ્વામી કરુણામૂર્તિ સ્વામી દ્વારા કથામૃત નો લાભ આપવામાં આવ્યો હતો.


આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તોએ આ પાટોત્સવનો આનંદનો લાભ લીધો હતો. ભગવાન સ્વામિનારાયણ આપણને આ ઉત્સવના સહભાગી બનાવ્યા આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા વરસતી રહે. ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે જીવનમાં આવતા વિઘ્નો ભગવાન સ્વામિનારાયણ દૂર કરે અને બ્રહ્મનિષ્ઠ પ્રમુખસ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના રૂડા આશીર્વાદ હરિભક્તો પર કાયમ રહે તેવી આ પાટોત્સવ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરીએ છીએ.
આ પાટોત્સવમાં બીએપીએસ સંસ્થાના ઉત્તમ પ્રિય સ્વામી તથા સંતો ખાસ ઉપસ્થિત રહી સર્વે હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.


આ પાટોત્સવનું આયોજન પાટણ સત્સંગ મંડળ વતી સાધુ સેવાનિષ્ઠ સ્વામી તથા સાધુ વત્સલ સ્વામી તથા બીએપીએસ સ્વામિનારાયણ પાટણ મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક હરિભક્તોએ આ પાટોત્સવ ના પ્રસાદનો લાભ લીઈ ધન્યતા અનુભવી હતી..