2022ની ચૂંટણીમાં મહીલા સંગઠન મજબૂત બનાવવા પાટણ જિલ્લા મહિલા કૉંગ્રેસની બેઠક મળી..

ઓલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસ પ્રમુખ નેત્રા ડીસુઝાએ વીડિઓ કોલથી સંબોધન કર્યું..

પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા મહિલા કૉંગ્રેસની જિલ્લા કારોબારીની મીટીંગ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ પીનલબેન ઠાકોર (ઘાડિયા)ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
મિટિંગમાં ઓલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસ પ્રમુખ નેત્રા ડીસુઝા દ્વારા મિટિંગમાં વીડિઓ કોલથી મહિલા કૉંગ્રેસ કારોબારીમાં સંબોધન કર્યું હતું અને મહિલાઓને પડતી મુશ્કેલી અને પ્રશ્નોને વાચા આપવા માટે અને આવનાર 2022ની ચૂંટણીમાં મહીલા સંગઠન વધુમાં વધુ મજબૂત બને તે દિશામાં આગળ વધવા આહવાન કર્યું હતું.


આ પ્રસંગે પાટણ લોકસભાના સંગઠન પ્રભારી અને પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર, જિલ્લા મહિલા કૉંગ્રેસ પ્રભારી કમળાબેન પરમાર, જિલ્લા મહિલા કૉંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, વિપક્ષ નેતા અશ્વિનભાઈ પટેલ સાથે વિવિધ તાલુકાના મહિલા પ્રમુખો મોટી મહિલા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.