#PATAN_CITY : ખાનસરોવર બન્યું મોતનું એપી સેંન્ટર….

પાટણ ગુલશન નગરના એક વૃદ્ધે ખાનસરોવરમાં મોતની છલાંગ લગાવી મોતને વાલુ કર્યું..

પાટણ નગરપાલિકા દ્ધારા ખાનસરોવરની ફરતે ફેંન્સિંગ તાર બાંધવા લોકોની પ્રબળ માંગ…

પાટણ શહેરનુ ખાનસરોવર મોતનુ એપી સેંન્ટર તરીકે પંકાયેલુ હોવા છતા પાટણ નગરપાલિકા ના સત્તાધીશો દ્ધારા આજ દીન સુધી ખાનસરોવરની ફરતે ફેંન્સિગ તાર બાંધવાની તસ્દી લેવામાં આવી નથી જેના કારણે જીવનથી કંટાળેલા વ્યક્તિઓ આ ખાનસરોવરમાં આસાનીથી મોતની છલાંગ લગાવી મોતને વાલુ કરતા હોય છે ત્યારે સોમવારના બપોરના સુમારે પાટણ શહેરનાં ગુલશન નગરમાં રહેતા 50 વર્ષીય એક વૃદ્ધે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી મોતને વાલુ કર્યું હતુ.
પાટણ શહેરમા આવેલા ખાન સરાેવર જાણે મોતનુ એપી સેંન્ટર બન્યું હોય તેમ જાણે આ ખાનસરોવર માં અવાર નવાર લાેકો માેતને વાલુ કરવા પડતા હાેય છે સોમવારના રોજ બપાેર ના સુમારે પાટણ શહેરના ગુલશન નગરમાં રહેતા પચાસ વરસીય ધીરુભાઇ દશરથભાઇ ભીલ નામના એક 50 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર માેતને વાલુ કરવા પાટણ શહેરનાં ખાન સરોવરમા મોતની છલાંગ લગાવી હોવાના સમાચાર વાયુ વેગે પાટણ શહેરમાં પ્રસરી જતા ધટના આ સ્થળે લોકોના ટોળાં એકત્રિત થયાં હતાં.


જ્યારે આ ઘટનાની જાણ પાટણ 108ને કરાતા પાટણ 108ના પાયલોટ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ મૃતક ધીરુભાઈ દશરથભાઇ ભીલના પરિવાર જનોને થતાં તેઆે પણ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં જ્યાં મૃતક ધીરુભાઈ દશરથભાઈ ભીલના પરિવાર જનોમા ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી મૃતક ધીરુભાઈ ભીલની લાશને સબવાહિની મારફતે પાટણ શહેરની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં પીએમ અર્થે મૃતકની લાશને ખસેડવામાં આવી હતી.