પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના થકી યુવાનોએ મેળવી તકનિકી કુશળતા..

પાટણમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 9,971 યુવાનોએ આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ મેળવી…

આઈ.ટી.આઈમાં તાલીમ મેળવી સ્કીલ ઈન્ડિયા મિશન અંતર્ગત રોજગારી મેળવતા લાખો યુવાનો..

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે. આ યુવાનો કારકિર્દીમાં આગળ વધે, બેરોજગાર ન રહી જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેથી જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના લોન્ચ કરી છે. આ યોજના યુવાનોમાં ટેક્નિકલ જ્ઞાનની વૃદ્ધી થાય તે માટે કટિબદ્ધ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરતા દેશના લાખો નવયુવકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
સ્કીલ ઈન્ડિયા મિશન અંતર્ગત શરુ થયેલ આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં આજે લાખો યુવાનો તાલીમ લઈ રહ્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડ પ્રમાણે યુવાઓની સ્કીલ ડેવલપ કરવાનો છે. પાટણ જિલ્લામાં પણ અનેક યુવાનો હાલમાં આ યોજના હેઠળ તાલીમ લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા સ્કીલ ઈન્ડિયા મિશન યુવાનો માટે રોજગારી ની આશાનું કિરણ સાબિત થયું છે.


પાટણમાં ITI અંતર્ગત તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા 2017- 2,172, 2018- 1,971,2019 2,072, 2020 1,976, 2021 1,780,
પાટણ જિલ્લામાંથી ટ્રેનિગ મેળવીને રોજગારી મેળવતા લાભાર્થીઓની સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તેઓએ આઈ.ટી.આઈ અંતર્ગત ટ્રેનિંગ મેળવી. જે બાદ તેમની રોજગારી ક્ષેત્રે વધારો થયો છે. પાટણના અજીતસિંહ ઠાકોર સરકારનો આભાર માનતા જણાવે છે કે, ‘’ટ્રેનિંગ લીધા બાદ હવે તેઓ અમદાવાદના ટાટા નેનો પ્લાન્ટમાં કાયમી નોકરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાથી તેઓને રોજગારી મળી છે.’’તો આ તરફ પાટણમાં આઈ.ટી.આઈની ટ્રેનિંગ લીધા બાદ પાટણમાં જ ફેબ્રિકેશનની દુકાન ખોલીને રોજગારી મેળવતા જય પંચાલ જણાવે છે કે, ધોરણ 10 પાસ કર્યા બાદ મને ખબર નહોતી પડતી કે મારે કયો વિકલ્પ અપનાવવો, મેં આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ લીધી અને આજે મેં મારી પોતાની દુકાન ખોલી છે. અમારા જેવા યુવાનોને રોજગારી આપતી પ્રધાનમંત્રી કૌશલ યોજના શરુ કરવા બદલ વડાપ્રધાનનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

આ યોજનાનો લાભ મેળવવા કઈ રીતે કરશો અરજી સ્માર્ટ પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું.
જો આપ ટ્રેનિંગ પ્રોવાઈડર છો તો, રજીસ્ટ્રેશન સમયે 10 હજાર રુપિયા જમા કરાવવા.
ટ્રેનિંગ સેન્ટર માટે 12 હજાર રુપિયા અને 10 હજાર રુપિયા પ્રતિ જોબ રોલ ફી આપવાની રહેશે.