વારાણસી ખાતે જ્ઞાનવાપીમાં પ્રગટ થયેલ આદિવિશ્વેશ્વર જયોતિલીંગના પુજન અર્ચન કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર અપાયું..

પાટણ કલેકટર દ્વારા સરકાર સુધી રજુઆત પહોંચાડવા માંગ કરવામાં આવી..

પાટણ તા.૬
સ્વામી શ્રી અવિમુહતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના સમર્થન માં પાટણ વિસ્તારના સનાતન વૈદિક હિંન્દુઓ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપીમાં શતાબ્દીઅઓથી વિધર્મીઓ દ્ધારા છુપાવી રાખવામાં આવેલ જયોતિલીંગ હવે ન્યાયલય દ્ધારા થયેલ સંસોધન દ્ધારા પ્રકાશમાં આવ્યું છે. સનાતન ધર્મમાં ભગવાનનુ પ્રાગટ્ય થાય ત્યારે દર્શન પુજન રાગ ભોગ કરવાનો નિયમ છે જે અત્યંત જરૂરી છે જેને રોકી ના શકાય વારાણસી ધાર્મિક વિસ્તાર જયોતિષ પીઠના અધિકાર ક્ષેત્રમાં આવેશે જેથી પુજન માટે સનાતન ધર્મના સર્વોચ્ચ આચાર્ય જયોતિષ પીઠાધિશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે પોતાના શિષ્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજને આદિવિરેશ્વર જયોતિલીંગનું પુજન કરવા સુચના આપતા તા.૪ જુન ના રોજ જ્ઞાનવાપી ના પુજન માટે જતા મઠના દરવાજા પર જ પોલીસ અધિકારીઓ દ્ધારા સ્વામીજીને રોકી દેવામાં આવ્યા છે ત્યારે સ્વામીજી એ કોઈપણ એક વ્યક્તિ દ્ધારા પણ શિવલીંગની પુજા કરવા કોઈપણ હથિયાર વગર કાયદો હાથમાં લીધા વગર પુજન માટે જતા રોકવામાં આવતા તેઓએ શિવલીંગ અપુજ્ય ના રહેવુ જોઈએ તેમ જણાવી તેઓ અન્નજળનો ત્યાગ કરી અનશન પર બેઠેલા છે.


વિવાદિત સ્થળ જ્ઞાનવાપીમાં જે રીતે મુસ્લિમભાઈઓને નમાઝ પઢવાની છુટ આપવામાં આવી છે તેવી રીતે સનાતન ધર્મ હિંન્દુઓને પુજાનો અધિકાર આપવામાં આવે પુજા કરવા દેવામાં આવે તેવી પ્રબળ માંગ સાથેનું આવેદનપત્ર સોમવાર ના રોજ પાટણ કલેક્ટર દ્વારા મહામાહિમ રાષ્ટ્રપતિ સુધી આ વાતને પહોંચાડવામાં આવે અને પુજન નહી કરવા દેવામાં આવે તો અહિંસક માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.