રાધનપુર-સાતલપુર પંથકના ખેડૂતો ને નુકશાની વળતર ચુકવવા નાણામંત્રી ને રૂબરૂ રજૂઆત કરવામાં આવી..

પાટણ તા.૭
સાંતલપુર – રાધનપુર તાલુકામાં ટ્રાન્સમિશન લાઈન/ ટ્રાન્સમિશન ટાવર ઊભી કરતી વખતે ખેડૂતોને થયેલ નુકશાન વળતર ચુકવણા બાબતે ખેડૂતો દ્વારા તંત્ર સહિત પાટણ અને રાધનપુર વિધાનસભા નાં ધારાસભ્યો ને રજુઆત કરી હતી જે રજુઆત ને ધ્યાનમાં રાખીને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે નાણામંત્રી કનુભાઇ દેસાઇ ને રૂબરૂ મળી રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, પાટણ ધારાસભ્ય ડૉ.કિરીટ ભાઈ પટેલ અને સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદ ખાન મલેક દ્વારા રજૂઆત કરી હતી.
નાણામંત્રી દ્વારા ધારાસભ્યો સહિત કોંગ્રેસ આગેવાનની રજુઆત ને ધ્યાનમાં રાખીને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.