વિજ સલામતી સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે વિભાગીય કચેરી ખાતે થી જાગૃતિ રેલી યોજાઇ..

વિજ સલામતી નાં સ્લોગન સાથે શહેરીજનો ને માહિતી પ્રદાન કરવામાં આવી..

પાટણ તા.૭
વીજ સલામતી સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે મંગળવારના રોજ પાટણ વિભાગીય કચેરી દ્વારા વીજ સલામતી ની જાગૃતિ અંગેની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિજ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન જાગૃતિ અંગેનાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા ત્યારે મંગળવારના રોજ વિજ સલામતી સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે શહેરના ગાંધી બાગ નજીક આવેલ પાટણ વિભાગીય કચેરી દ્વારા વિજ સલામતીની જાગૃતિ માટે આયોજિત રેલીમાં તમામ અધીકારીગણ,કમૅચારીગણ સહિત સ્ટાફ પરિવાર જોડાયો હતો.


વિજ સલામતી માટે નિકળેલ આ વિશાળ રેલી ગાંધીબાગ નજીક ની વિભાગીય કચેરી ખાતે થી પ્રસ્થાન પામી શહેરના મુખ્ય બજાર માર્ગો પર ફરી લોકોને વિજ સલામતી ની જાણકારી પ્રદાન કરતાં બેનરો દ્વારા અવગત કરવામાં આવ્યા હતા.