બી એચ એમ એસ #BHMS ની પદવી પ્રાપ્ત કરી સમાજને ગૌરવ અપાવતા ડો.પિયુષ પ્રજાપતિ..

પાટણ તા.૭
પાટણ શહેરના છિડીયા દરવાજા બહાર આવેલ આરાસુરી સોસાયટી માં રહેતા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળના યંગ બ્રિગેડ નાં પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી રહેલા અમિતભાઇ પ્રજાપતિ નાં નાના ભાઈ પિયુષ મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ તાજેતરમાં જ બી એચ એમ એસ ડોકટરની પદવી પ્રાપ્ત કરતાં પરિવારજનો સહિત સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો તેમજ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ડો.પિયુષ પ્રજાપતિ ને શુભેચ્છાઓ પાઠવી તબીબી ક્ષેત્રે પાટણ અને ઉત્તર ગુજરાત સાથે પરિવાર નું નામ રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.