રાધનપુરના સેવાભાવી ડોક્ટરનું એકટીવા ઉપર થી પડી જતાં મોત નિપજ્યું..

ડોક્ટર સંજય અમૃતલાલ પંચાલ નું આકસ્મિક અવસાન થતાં સમગ્ર રાધનપુરમાં શોક છવાયો..

પાટણ તા.૭
રાધનપુર ની નંદનવન સોસાયટીમાં રહેતા અને સેવાભાવી ડોક્ટર તરીકે આગવી ઓળખ પ્રાપ્ત કરનાર ડો.સંજય પંચાલ નું મંગળવારના રોજ સાંજના સુમારે તેઓની સોસાયટી પાસે અગમ્ય કારણોસર એકટીવા ઉપર થી પડી જવાથી મોત નિપજતાં પરિવારજનો સહિત સમગ્ર રાધનપુરમાં શોક છવાયો હતો.


આ બનાવની મળતી હકીકત મુજબ રાધનપુર માં સેવાભાવી ડોક્ટર તરીકે ને છાપ ધરાવતા ડો.સંજય પંચાલ મંગળવારના રોજ સાંજના સુમારે પોતાની હોસ્પિટલ થી ધરે જવા એક્ટીવા લઈને નિકળ્યાં હતા તે દરમિયાન તેઓ પોતાની નંદનવન સોસાયટીના નાકે કોઈ અગમ્ય કારણોસર એકટીવા ઉપરથી પડી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા અને બનાવની જાણ પરિવારજનોને તેમજ રાધનપુર શહેરના નગરજનો ને થતાં ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.


રાધનપુરના સેવાભાવી ડોક્ટર સુરેશ પંચાલના નાનાભાઈ ડોક્ટર સંજય પંચાલ નું એકટીવા ઉપર પડી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના નાં પગલે પરિવાર અને સમગ્ર રાધનપુર નાં નગરજનોએ એક સેવાભાવી તબીબ ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.