પાટણ પંથકના રોડા ગામે આધેડ મહિલા ઉપર વિજળી પડતાં મોત નિપજ્યું…

પાટણ પંથકના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે સુસવાટા ભેર પવન સાથે મેધ વષૉ વરસી..

પાટણ તા.8
પાટણ જિલ્લા નાં હારીજ તાલુકાના રોડા ગામે ગતરાત્રીના સુમારે એક આધેડ મહિલા ઉપર વિજળી પડવાથી મહિલાનું મોત નિપજ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.


આ બાબતે મળતી હકીકત મુજબ મંગળવારના રોજ સાંજના સુમારે પાટણ જિલ્લાના હારીજ,સાંતલપુર, સરસ્વતી પંથકના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે પવન સાથે ધુળની ડમરીઓ ઉડી હતી. તો કેટલાક વિસ્તારોમાં વિજળી નાં કડાકા ભડાકા વચ્ચે મેધ વષૉ વરસી હતી.


પાટણના સાંતલપુર પંથકમાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ ને કારણે સુસવાટા ભેર પવન વચ્ચે ગાજ વિજ સાથે વરસાદ વરસતા કાચા મકાનો ના નળિયા સહિત પતરાના સેડો ઉડતા મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.તો હારીજ તાલુકાના રોડા ગામની ઠાકોર સમાજ ની એક આધેડ મહિલા ઉપર વિજળી પડતાં તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી વાહન મારફતે ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ દ્વારા મહિલા ને મૃત જાહેર કરાતા પરિવારજનો માં ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. મૃતક મહિલા ની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું ધારપુર હોસ્પિટલ નાં સુત્રોએ જણાવ્યું હતું.