પાટણમાં આખલાઓ નો આતંક યથાવત છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માં…

શહેરના જલારામ ચોકમાં આખલા યુદ્ધ માં નાસ્તાની લારી અને વાહન ચાલકો નિશાન બન્યા..

આખલા ઓનાં યુધ્ધને કારણે વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો..

પાટણ તા.૮
પાટણ શહેર માં રખડતા આખલાઓ નો આતંક યથાવત રહેવા પામ્યો છે છતાં નગરપાલિકા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માં પોઢેલ હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હોવાનું શહેરીજનો કહી રહ્યા છે ત્યારે ગતરાત્રીના સુમારે શહેરના જલારામ મંદિર ચોક પાસે બે આખલા વચ્ચે યુધ્ધ જામતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.તો આ આખલા યુદ્ધ ની હડફેટે એક નાસ્તાની લારી અને કેટલાક વાહન ચાલકો ભોગ બનતાં લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો હતો.


એક તરફ છાશવારે શહેરના જાહેર માર્ગ પર રખડતાં ઢોરો આવતા જતા રાહદારીઓ અને વાહનચાલકો ને અડફેટમાં લઇ ગંભીર ઈજાઓ પહોંચાડતા હોવાનાં કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે તો આ રખડતા ઢોરો ની સમસ્યાનો ઉકેલ લાવવા શહેરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા પાલિકાના સત્તાધીશો સહિત જિલ્લા પ્રશાસન ને અનેક લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાલિકા કે તંત્ર દ્વારા આ રખડતા ઢોરો ની સમસ્યા દૂર નહીં કરાતાં પાલિકા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માં પોઢેલ હોવાનો અહેસાસ નગરજનો કરી રહ્યા છે ત્યારે ગતરાત્રીના સુમારે શહેરના જલારામ ચોક માં હરાયા બનેલા બે આખલા ઓનાં યુધ્ધને કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો જોકે કોઈ જાન હાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.


પાલિકા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માંથી બહાર આવી શહેરીજનોને રખડતા ઢોરો નાં ત્રાસ માંથી મુક્તિ અપાવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે..