ધોરણ ૧૦ ની પરીક્ષામાં સમી ની ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓએ મેદાન માર્યુ..

ખાનગી સ્કૂલમાં વધુ ફી ભરી પોતાના સંતાનોને અભ્યાસ કરાવતા વાલીઓએ બોધ લેવા જેવી બાબત…

માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પણ ગ્રાન્ટેડ શાળા ઓએ મેદાન માર્યુ..

પાટણ તા.8
સમીની પ્રેમચંદભાઈ રા. પરમાર સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કૂલના વિધાર્થીઓએ માત્ર 75 રૂપિયા ફી માં ધોરણ 10 પ્રવેશ મેળવીને ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી મેદાન માર્યુ છે ત્યારે ખાનગી સ્કૂલમાં ઉંચી ફી ભરીને પોતાના સંતાનોને અભ્યાસ કરાવતા વાલીઓએ પણ ખાનગી શાળાના વિધાર્થી ઉપરથી પ્રેરણા મેળવી પોતાના સંતાનોને ગ્રાન્ટેડ સ્કુલોમાં અભ્યાસ માટે પ્રેરિત કરવા જોઈએ.


સમી ની ઉપરોક્ત શાળાના વિધાર્થી કાઝી મહમંદઝેદ 91 % અને P.R=98.46 જેણે સામાજિક વિજ્ઞાન વિષય અને બેઝિક મેથ્સમાં 99 માર્ક્સ મેળવેલ અને કડિયા ધ્રુવીબેન 84 % અને P.R=94.38 તથા ડાભી મિતકુમારએ 78.33 % અને P.R=89.58 મેળવીને શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું છે.ઉપરોક્ત 3 વિધાર્થીઓએ ગુજરાત સરકારની માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં સમી તાલુકામાં મેદાન માર્યુ હતું. શાળાનું પરિણામ 60 % આવેલ છે. આ પરિણામ જોઈને વધુ ફી ચુકવતા વાલી મિત્રોએ ગુજરાત સરકારની ગ્રાન્ટેડ શાળામાં રસ દાખવવાની જરૂર છે.


શાળા પરિવારના ટ્રસ્ટી પ્રેમચંદભાઇ પરમાર,શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ અને સ્ટાફ પરિવાર વતી ઝળહળતું પરિણામ લાવવા બદલ વિધાર્થીઓ ને ઉજ્જવળ ભવિષ્ય ની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી.