રાધનપુર નાં રાપરિયા હનુમાન મંદિર ખાતે સેવા આપવા આવેલ મોટી પીપળી નાં સાધુ નો રિક્ષા માંથી મોબાઇલ ચોરાયો..

રાધનપુર પોલીસ મથકે મોબાઇલ ચોરાયાની જાણવા જોગ આપતા પોલીસે તપાસ હાથ ધરી..

પાટણ તા.8
રાધનપુર નજીક આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સેવા આપવા આવેલ મોટી પીપળી ગામના રામાનંદી સાધુ નો રાધનપુર થી રાપરિયા હનુમાન મંદિર રિક્ષા માં આવી રહ્યા હતા ત્યારે મોબાઇલ ચોરાયો હોવાની રામાનંદી સાધુ દ્વારા રાધનપુર પોલીસ માં જાણવા જોગ અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.


આ બાબતે મળતી હકીકત મુજબ મુળ મોટી પીપળી નાં વતની અને અવાર નવાર સેવાભાવી થી રાધનપુર નજીક નાં રાપરીયા હનુમાન મંદિર ખાતે સેવા આપવા આવતા અશ્વિન દાસ પ્રેમદાસ રામાનંદી સાધુ બુધવારના રોજ રાધનપુર થી ઓટો રિક્ષા માં રાપરિયા હનુમાનજી મંદિર ખાતે આવી રહ્યા હતા ત્યારે તેઓનો મોબાઇલ ફોન ચોરી થતાં તેઓએ રિક્ષા માં તપાસ કરી રિક્ષ ચાલકને મોબાઈલ ચોરી બાબતે અવગત કર્યા હતા પરંતુ તેઓનો મોબાઇલ નહીં મળતા આખરે તેઓએ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પોતાના મોબાઈલ ચોરી અંગેની જાણવા જોગ નોધ કરાવી પોલીસ દ્વારા પોતાના ગુમ થયેલા મોબાઇલને પરત મેળવી આપે તેવી આશા વ્યક્ત કરતા રાધનપુર પોલીસે સાધુ ને હૈયાધારણા આપી તેઓનો મોબાઇલ પરત મળે તે દિશામાં તપાસ નાં ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.