શ્રી કલોલ પ્રજાપતિ સમાજની શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે જનરલ સભા યોજાઈ…

પાટણ તા.8
શ્રી કલોલ પ્રજાપતિ સમાજની જનરલ સભા શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે યોજવામાં આવી હતી.જેમા દશપટ્ટી મંડળના પ્રમુખો,મંત્રીઓ તેમજ હોદેદારો, સમાજના આગેવાનો, આજીવન સભ્યો, ઓલ ઈન્ડિયા પોલીટીકલ પાર્ટીના કન્વીનર મુકેશભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ઉપસ્થિત મહાનુભાવોએ મંડળની કામગીરીને સરાહનીય ગણાવી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.જેમાં નવા નિમણુંક પામેલા પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિ, મહામંત્રી કમલેશભાઈ પ્રજાપતિ નું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.પૂર્વ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ તેમજ પૂર્વ મહામંત્રી ગીરીશભાઈ પ્રજાપતિને સંસ્થાની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન બદલ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે શિક્ષણહેતુલક્ષી ભૂમિદાન માટે સમાજમાંથી પાયારુપિ ભૂમિદાન મળ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો દ્વારા થયેલ કામગીરી તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપવા બદલ પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.