જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સિધ્ધપુર વિધાનસભા વિસ્તાર સદસ્યતા અભિયાન અને અલ્પકાલીન વિસ્તારક બેઠક યોજાઇ..

ભાજપના આગેવાનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન પુરૂ પાડ્યું..

પાટણ તા.8
સિધ્ધપુર વિધાનસભા વિસ્તાર નો “પ્રાથમિક સદસ્યતા અભિયાન ” અને “અલ્પકાલીન વિસ્તારક યોજના” નો વર્કશોપ બુધવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો.


આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પ્રદેશમંત્રી કુમારી જયશ્રીબેન દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પ્રદેશ ના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડ ભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.


ઉપસ્થિત ભાજપના આગેવાનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હોવાનું પાટણ જિલ્લા ભાજપ મીડિયા વિભાગના જયેશ દરજી અને સંગીતાબેન જોશીએ જણાવ્યું હતું.