પાટણ યુનિ HNGU ના હોસ્પિટલ મેનેજમેન્ટ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી..

પાટણ અને ગાંધીનગર એમ બે કેન્દ્રોની પ્રવેશ પરીક્ષા યોજાશે..

પાટણ તા.8
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં બે વર્ષના અભ્યાસક્રમ માટે પ્રથમ વર્ષમાં વિધાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જેની પ્રવેશ પરીક્ષા પાટણ અને ગાંધીનગર એમ બે કેન્દ્રો પર યોજાશે.


પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં બે વર્ષના અભ્યાસક્રમ માટે 50 બેઠકો ફાળવવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગનાં પ્રથમ વર્ષમાં વિધાર્થીઓને પ્રવેશ આપવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વિધાર્થીઓએ અરજી કરવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.


ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જુલાઇ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગામી 24 જુલાઇના રોજ પ્રવેશ પરીક્ષા પાટણ યુનિવર્સિટી કેમ્પસ અને ગાંધીનગર ખાતે યોજાશે.


પ્રથમ વર્ષના અભ્યાસક્રમ માટે 50 ટકા સીટો પ્રવેશ પરીક્ષાથી ભરવામાં આવશે જયારે અન્ય 50 ટકા સીટો મેરિટના પરીણામના આધારે ભરવાની જોગવાઇ કરવામાં આવી છે તેવું હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના તજજ્ઞ ડો.કે.કે.પટેલે જણાવ્યું છે.


આમ પાટણ યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે પ્રથમ વર્ષમાં વિધાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.