પાટણના જાણીતા ફોટો આર્ટીસ્ટ સ્વ.જયપ્રકાશભાઈ સુથારની 7 મી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડ અને ભજન સંધ્યા કાયૅક્રમ યોજાયો..

સ્વર્ગસ્થ ના આત્માની શાંતિ માટે પરિવારજનો સહિત સગા સંબંધીઓ અને સ્નેહી મિત્રો સહિત ફોટોગ્રાફરઓએ પ્રાથૅના વ્યક્ત કરી..

પાટણ તા.8
પાટણ શહેરના જાણીતા ફોટો આર્ટીસ્ટ નટવર સુથાર પરિવારના સ્વર્ગસ્થ જયપ્રકાશભાઈ એન.સુથાર ની 7 મી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે સ્વગૅસ્થ નાં આત્માની શાંતિ અર્થે તેમના પરિવારજનો દ્વારા તેઓનાં નિવાસસ્થાને સુંદરકાંડ અને ભજન સંધ્યા નાં ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ધાર્મિક પ્રસંગે પાટણના જાણીતા કલાકાર પરિમલ રામી,રાકેશ સ્વામી,અશોક રાજ સહિતના કલાકારો દ્વારા સંગીતના સુમધુર સુરો વચ્ચે સુંદરકાંડ અને ભજનની રમઝટ મચાવી સ્વર્ગસ્થ જયપ્રકાશભાઈ સુથારના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


આ ધાર્મિક પ્રસંગે સ્વગૅસ્થ ના આત્માની શાંતિ માટે પ્રાર્થના વ્યક્ત કરવા સ્વગૅસ્થના પરિવારજનો,સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો સાથે પાટણના ફોટોગ્રાફર મિત્રો, પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સૌનો સ્વૅગસ્થ જયપ્રકાશભાઈ નાં સુપુત્ર દિગ્નેશ સુથાર અને પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.