પેપર વેચી ખુદ્દારી સાથે જીવન જીવતા અને હાટૅની તકલીફ ધરાવતા અશોક સોલંકીએ બાળકો ને પેપ્સી વિતરણ કરી વન પ્રવેશ ની ઉજવણી કરી..

પોતાની શક્તિ પ્રમાણે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી લોકોને પ્રેરણા પુરી પાડી..

પેપર વેચી ખુદ્દારી સાથે જીવન જીવતા અને હાટૅની તકલીફ ધરાવતા અશોક સોલંકીએ બાળકો ને પેપ્સી વિતરણ કરી વન પ્રવેશ ની ઉજવણી કરી..

પાટણ તા.8
સમાજમાં લોકો જન્મ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરતાં હોય છે. પૈસાપાત્ર લોકો ઝાકમઝોળ બર્થડે પાર્ટી કરીને, કોઈ હોટલમાં પાર્ટી કરીને તો કોઈ અન્ય રીતે કોઈ જાણીતા સ્થળે પીકનીક ગોઠવીને કે મનપસંદ ખાઈ-પીને જન્મદિવસ મનાવી આનંદ માણતા હોય છે. પરંતુ પાટણ શહેરમાં એક શ્રમજીવી વ્યક્તિએ ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને બાળકોને પેપ્સી વહેંચીને તેમજ નિત્યક્રમ મુજબ વાંદરા અને ગાય તેમજ શ્વાનને રોટલા ખવરાવીને પોતાના જન્મદિવસ ઉજવ્યાનો આનંદ અને સંતોષ અનુભવ્યો હતો.


પાટણ શહેરના મોટીસરાય મહોલ્લામાં રહેતા અને વર્ષોથી પાટણના જુના બસ સ્ટેશન ખાતે છાપા વેચતા અશોક એસ.સોલંકી નામના એક શ્રમિક વ્યક્તિએ વન પ્રવેશ કરતા તેમના ૫૧ માં જન્મ દિવસ નિમિત્તે શક્તિ એટલી ભક્તિ…ની જેમ પ્રેમ અને ભાવથી બાળકોને પ્રિય એવી ઠંડી પેપ્સી વેચી હતી.


આમતો પેપ્સી વેચવી એ કોઈ મોટું કે મોંઘું કાર્ય નથી પરંતુ સખત ઠંડી હોય કે કાળઝાળ ગરમી કે વરસાદ હોય, બારે મહિના દરેક સિઝનમાં સવારે છ થી બપોરે એક-બે વાગ્યા સુધી સતત ઉભા રહીને છાપા વેચીને બે પૈસા કમાતા આ વ્યક્તિએ તેમની મહેનત અને પસીનાની કમાણીમાંથી ભેગી કરેલી નાનકડી રકમમાંથી તેમના જન્મ દિવસ નિમિત્તે બાળકોને ગમતી વસ્તુ વહેંચીને સમાજમાં એક પ્રેરક સંદેશો પ્રસરાવ્યો છે.


અત્રે નોંધનીય છે કે, આ અશોક નામના ભાઈ પોતે જન્મજાત હાર્ટની તકલીફ ધરાવે છે, શરીરે અશક્ત છે છતાં આખા મહોલ્લા વિસ્તારમાં ફરીને જાતે રોટલા ઉઘરાવીને ભેગા કરી રાણકીવાવ વિસ્તારમાં વાંદરા અને કૂતરા જેવા અબોલ જીવોની વર્ષોથી નિયમિત રીતે સેવા કરી રહ્યા છે.