પાટણના ધારાસભ્ય દ્વારા છેલ્લા પાંચ દિવસમાં ૧૦ કરોડથી વધુ ખર્ચના નવા રોડના કામો નાં ખાતમુર્હુત કરવામાં આવ્યા…

પાટણ શહેર અને તાલુકાના ગામોના અતિ મહત્ત્વના રોડ બનવાથી વિસ્તારને મોટો ફાયદો થશે…

અત્યાર સુધી પાટણના પશ્ચિમ વિસ્તારને મહત્વ આપવામાં આવતું ન હતું પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ ૧૨૦ લાખ ના ખર્ચે નવીન રોડ બનશે..

પાટણ જિલ્લાથી વિખૂટું પડેલું જિલ્લાનું દેલિયાથરા ગામ આઝાદી પછી પ્રથમવાર જિલ્લા સાથે જોડાશે…

પાટણ તા.8
પાટણ વિસ્તારના શિક્ષિત ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ની દ્રિધ દ્રષ્ટિ ના પાટણ વિધાનસભા વિસ્તારમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. તો પાટણ વિધનસભા વિસ્તારના અનેક સમસ્યાઓની તેઓ દ્વારા વિધાનસભામાં મુદ્દાસર ની રજૂઆતો કરી આ વિસ્તારના લોકોને સુખાકારી મળે અને વિસ્તારનો વિકાસ થાય તે માટે હંમેશા જાગૃત રહ્યા છે. થોડા સમય પહેલા રાજ્ય સરકારના રજૂ થયેલ એ ડી આર રિપોર્ટની અંદર પણ વિધાનસભા ની અંદર સૌથી વધુ પ્રશ્ન પૂછનાર સૌથી વધુ રજૂઆત કરનાર અને સૌથી વધુ હાજર રહેનાર એક થી દસ ધારાસભ્યો ની અંદર પાટણના ધારાસભ્ય નું નામ સામેલ છે જે પાટણ વિધાનસભા વિસ્તારના લોકો માટે ગૌરવની વાત કહી શકાય.


અત્રે ઉલ્લેખનીય છે કે હાલની ચૌદમી વિધાનસભા ની અંદર 182 ધારાસભ્યો ની અંદર સૌથી વધુ એજયુકેટેડ ધારાસભ્ય તરીકે પણ પાટણના ડો. કિરીટ પટેલ નો આવે છે. ડો. પટેલની વિવિધ રજૂઆતો થી પાટણ વિધાનસભા વિસ્તાર ની અંદર છેલ્લા ચાર વર્ષમાં ૭૦૦ કરોડથી પણ વધુના કામો હાથ ધરવામાં આવ્યા છે.


પાટણના સરસ્વતી,પાટણ અને સિદ્ધપુર તાલુકા માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા હલ કરવા માટે ડો.ધારાસભ્ય પટેલે વિધાનસભામાં રજૂઆત કરતા રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઇ અને સાડા ત્રણ સો કરોડ રૂપિયાનું બજેટ ફાળવી આપેલ છે જેનું કામ પણ શરૂ થઈ ગયું હોય હવે આ ત્રણેય તાલુકાઓને ધરોઈને બદલે વાસા થી નર્મદાનું પાણી મળશે. એ જ રીતે સરસ્વતી તાલુકાના બાકી રહેલા તળાવો સિંચાઈ માટે પાણી ભરવા માટે ૧૧૦ કરોડની યોજના પણ ચાલે છે જેને પણ મંજૂર કરવામાં આવી છે. હાલ પાટણનો સરસ્વતી ડેમ ઊંડો કરવાની પણ કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ કામો પૂર્ણ થતાં પાટણના ખેડૂતો ને મોટી રાહત થશે.


કેટલાક દિવસમાં પાટણના ધારાસભ્ય દ્વારા પાટણ વિસ્તારના વિવિધ ગામોને જોડતા અને શહેરના વિવિધ વિસ્તારોની જોડતા 100 લાખથી પણ વધુ રકમ ના રોડો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેમાં પાટણના અનાવાડા રોડ થી રોટરી નગર થઇ મૌલાના મહેબૂબને જોડતા 120 લાખના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ રોડ બનવાથી પાટણના પશ્ચિમ વિસ્તારને મોટો ફાયદો થશે અને મુસ્લિમ સમાજની તમામ દરગાહ તથા રાણકી વાવ એકબીજાથી જોડાશે જેનાથી તે પર્યટકો અને ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે.


પાટણના પૂર્વ વિસ્તારની અંદર ઓકસફર્ડ સ્કૂલથી અંબાજીની નેળીયાના નાકે આવેલ બોરસણ રોડ ને જોડતો રોડ જે અંદાજે ૧૧૦ લાખ ના ખર્ચે નિર્માણ પામશે. આ બંને રોડ સાડા ત્રણ મીટરથી સાડા પાંચ મીટર પહોળા બનવાની સાથે જે વિસ્તારમાં પાણી ભરાતા હતા ત્યાં પણ સી.સી.રોડ બનાવી રોડ થોડો ઉંચો ઉપાડવામાં આવશે.
સરસ્વતી તાલુકાનું દેલિયાથરા ગામ એ પાટણ જિલ્લાનું ગામ છે આ ગામના લોકોએ પોતાના ગામમાં જવું હોય તો બનાસકાંઠાની હદ માંથી પસાર થવું પડતું હતું. પહેલીવાર 130 લાખના ખર્ચે વાયડ થી દેલિયાથરા નો રોડ બનતા આઝાદી બાદ સૌ પ્રથમવાર દેલિયાથરા પાટણ જિલ્લા સાથે સીધું જોડાશે.


એ જ રીતે પાટણના ધારપુર થી હાજીપુર ને જોડતા રોડનું પણ ખાતમુર્હત કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી બંને ગામ લોકોની આ માંગણી હતી જે વર્ષો બાદ પુરી થતાં ગામના લોકોમાં ભારે હર્ષ ની લાગણી જોવા મળી હતી.પાટણના સક્રિય અને શિક્ષિત ધારાસભ્ય ની રજૂઆતો થી વર્ષો જૂની રોડ રસ્તા સહિત ની માંગણીઓ સંતોષાય હોવાનું પાટણ વિધાનસભા વિસ્તારનાં લોકો કહી રહ્યા છે..