પાટણ પંથકમાં સરકારી શૌચાલય સ્કીમ માં કોન્ટ્રાક્ટરો દ્વારા ભષ્ટ્રાચારી અધીકારીઓ સાથે સેટીગ…

ગ્રામ્ય વિસ્તારોમાં અધુરા અને હલ્કી ગુણવત્તા નાં શૌચાલયો તૈયાર કરી સરકાર નાં નાણાં ચાઉ કરાયાં હોવાની પ્રતિતી..

તંત્ર દ્વારા શૌચાલયો ની કામગીરી તપાસી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠી..

પાટણ તા.9
જિલ્લા પ્રશાસન નાં કેટલાક ભષ્ટ્રાચારી અધીકારીઓની‌ કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત નાં કારણે મોટા ભાગની સરકારી યોજનાઓ નાં કામો હલકી ગુણવત્તા વાળા કરવામાં આવતાં હોવાનાં અહેવાલો અવાર નવાર અખબારોની સુરખી બનતા હોય છે ત્યારે આવો જ એક હલકી ગુણવત્તા વાળા સરકારી યોજના નાં શૌચાલય નાં કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અધીકારીઓ સાથે સેટીગ કરી હલકી ગુણવત્તા સાથે અધુરા શૌચાલયો ઉભા કરી સરકાર નાં નાણાં ચાઉ કરાયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આ શૌચાલય મામલે લાગતા વળગતા તંત્ર દ્વારા તટસ્થ પણે તપાસ હાથ ધરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


આ શૌચાલય સેટીગ મામલે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર,સમી, વારાહી અને હારીજ પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર ની ધર ધર શૌચાલય યોજના અંતગર્ત લાભાર્થી પરિવારો કે જેઓ શૌચક્રિયા માટે બહાર જતાં હોય તેવા પરિવાર ને વિના મૂલ્યે શૌચાલયો બનાવી આપવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો.


ધર ધર સરકારી શૌચાલય સ્કીમમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જિલ્લા પ્રશાસન નાં કેટલાક ભષ્ટ્રાચારી અધીકારીઓ સાથે શૌચાલય સેટીગ કરી હલકી ગુણવત્તા વાળા અને અધુરા શૌચાલયો ઉભા કરી સરકાર નાં નાણાં ચાઉ કરી જતા ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર ની સ્કીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ શૌચાલયો ફક્ત ને ફક્ત ઢોરો માટે નાં ધાસ ભરવા માટે અથવા તો ધર વખરી નો બિન જરૂરી સર સામાન ભરવા માટે ઉપયોગી બન્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.


રાધનપુર પંથકના મહેમદાવાદ ગામની રૂબરૂ મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરો દ્વારા તૈયાર કરાયેલ શૌચાલય ની કામગીરી જોતા આ ગામના મોટાભાગના શૌચાલયો નાં કામો અધુરા અને સુવિધા વિના નાં જોવાં મળ્યાં હતાં.કેટલાક શૌચાલયો નાં ખાળ કુવા બાકી હતા તો કેટલાક શૌચાલયો માં શૌચાલય નાં ટબ જ હતા નહીં તો કેટલાક શૌચાલયો નો ઉપયોગ કરાઈ તે પહેલાં જ તેના દરવાજા તુટી ગયેલા હતા જેનાં કારણે લાભાર્થી પરિવારો ને ના છુટકે આજની તારીખે પણ શૌચક્રિયા માટે બહાર જવાની ફરજ પડી રહી હોવાનું જાણવા મળ્યું હતું.


સરકારની ઘર ઘર શૌચાલય યોજના કોન્ટ્રાક્ટરો ની કેટલાક ભષ્ટ્રાચારી અધીકારીઓ સાથે ની શૌચાલય સેટીગ નાં કારણે નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પાટણ જિલ્લાના ઉપરોક્ત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી શૌચાલયો નાં કામો માં ભષ્ટ્રાચાર આચરનારા કોન્ટ્રાક્ટરો અને તેમને સહિયોગી બનેલાં અધીકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..