#HNGU હેમ.ઉ.ગુ. યુનિ. ના કમ્પ્યુટર વિભાગના M.Sc.ITના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું 100% પ્લેસમેંટ..

પાટણ તા.9
હેમચંદ્રાચાર્ય ઉત્તર.ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 22 વર્ષથી કાર્યરત કમ્પ્યુટર વિભાગમાં,S IT અને MCA કોર્સ ચાલે છે. જેમાં છેલ્લા વર્ષમાં ઇંન્ડસ્ટ્રિયલ પ્રોજેકટ કરી વિદ્યાર્થીઓએ અલગ અલગ IT કંપનીઓ જેવી કે #Microsoft , #Google #Infosys , #TCS , #Wipro , #Cagerrini વગેરે તેમજ સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા હોય છે અને પોતાનો IT બિઝનેસ પણ કરતાં હૉય છે. ચાલુ વર્ષ 2021-22 ના M.Sc. IT ના 100% વિદ્યાર્થીનું stipend સાથે પ્લેસમેંટ થયેલ છે. જે સંસ્થાના તમામ અનુભવી શિક્ષકો માટે ગૌરવ સમાન છે. ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષના વિધાર્થીઓ પણ MNC આઇટી કંપનીઓમાં દેશ અને વિદેશમાં સારી પોસ્ટ પર જોબ કરે છે જેનો સીધો ફાયદો પણ હાલના વિધાર્થીને મળતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.